મુંબઈ: ધારાવી પછી ગોવંડીમાં પણ હાંફી ગયો કોરોના

03 July, 2020 07:01 AM IST  |  Mumbai | Faizan Khan

મુંબઈ: ધારાવી પછી ગોવંડીમાં પણ હાંફી ગયો કોરોના

ગોવંડીમાં પણ હાંફી ગયો કોરોના

કોરોના વાઇરસનો રોગચાળો શરૂ થયા પછી રોગીઓની સંખ્યા અને મરણાંકનો ઉતાર-ચડાવ નોંધપાત્ર બન્યો છે. પહેલા મહિનાની સ્થિતિ બીજા મહિનામાં અને બીજા મહિનાની સ્થિતિ ત્રીજા મહિનામાં બદલાતી ગઈ. શરૂઆતમાં જે વિસ્તારોમાં ચેતવણીરૂપ સ્થિતિ હતી ત્યાં કેસ અને મરણાંક ઘટતાં રાહત થઈ અને જ્યાં ઝાઝા કેસ નહોતા ત્યાં રોગચાળો ભભૂકી ઊઠ્યો હોય એવું બનવા માંડ્યું છે. ધારાવી જબ્બર જોખમી જણાતું હતું ત્યાં હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવવાના અણસાર મળ્યા છે. ‘એમ’-ઈસ્ટ વૉર્ડની ૧૪ લાખ લોકોની વસ્તીમાંથી ૧૦ લાખ લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે.

મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં ધારાવી આશાના કિરણ સમાન બન્યું છે. મુંબઈ મહાનગરપાલિકાના ‘એમ’-ઈસ્ટ વૉર્ડનાં ગોવંડી-માનખુર્દ પણ ધારાવીને પગલે સુધારાની દિશામાં આગળ વધતાં હોવાનું જણાય છે, કારણ કે કેસની વૃદ્ધિમાં એક વખતમાં ‘એમ’-ઈસ્ટ વૉર્ડ શહેરના ટૉપ-થ્રીમાં આવતો હતો અને વૉર્ડનો ડબલિંગ રેટ ૮થી ૧૦ દિવસનો હતો.,પરંતુ હવે કેસની વૃદ્ધિમાં શહેરમાં ૧૩મા ક્રમે છે અને ડબલિંગ રેટ ૬૮ દિવસ પર આવી પહોંચ્યો છે.

‘એમ’-ઈસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સુધાંશુ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ‘અમે ૩૦૦ કમ્યુનિટી હેલ્થ વૉલન્ટિયર્સની મદદથી હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ્સને શોધવાનું અભિયાન જોરશોરથી ચલાવ્યું હતું. એ લોકોની મદદથી ૧૦.૨૭ લાખ લોકોનું સર્વેક્ષણ કર્યું હતું અને એ હજી ચાલુ જ છે. આજે પણ એક કેસ નોંધાય ત્યાં એના ૧૭થી ૧૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ્સનો સંપર્ક સાધીએ છીએ.’

આજે પણ એક કેસ નોંધાય ત્યાં તેના ૧૭થી ૧૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ્સનો સંપર્ક સાધીએ છીએ. એ રીતે સતત સતર્ક રહીને ચોક્સાઈથી અભિયાન ચલાવવાને કારણે ‘એમ’ ઈસ્ટ વૉર્ડમાં કોરોના-કેસની સંખ્યા અને ડબલિંગ રેટ નિયંત્રણમાં છે.
- સુધાંશુ દ્વિવેદી, ‘એમ’-ઈસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર

faizan khan mumbai news coronavirus covid19 govandi dharavi brihanmumbai municipal corporation lockdown