મુંબઈમાં 15 જાન્યુઆરી સુધી શાળા-કૉલેજો બંધ રહેશે, BMCએ નિર્ણય લીધો

30 December, 2020 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં 15 જાન્યુઆરી સુધી શાળા-કૉલેજો બંધ રહેશે, BMCએ નિર્ણય લીધો

પ્રતીકાત્મક તસવીર.. તસવીર સૌજન્ય - મિડ-ડે

મુંબઈમાં 15 જાન્યુઆરી સુધી શાળા-કૉલેજો બંધ રહેશે. બીએમસી (BMC)એ કોરોના વાઈરસના વધતા કેસના લીધે આ નિર્ણય લીધો છે. આ અગાઉ સ્કૂલોને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ હવે બીએમસીએ કોરોના વાઈરસના વધતા કેસ પર પોતાની ચિંતા વ્યક્ત કરીને તારીખ આગળ લંબાવી દીધી છે. આ મુજબ હવે તમામ સરકારી અને ખાનગી શાળાની સાથે નગરપાલિકા વિસ્તારની સ્કૂલ અને કૉલેજ 15 જાન્યુઆરી 2021 સુધી બંધ રહેશે. તેમ જ 16 જાન્યુઆરી 2021થી સ્કૂલ ફરીથી ખુલશે કે નહીં, આ અંગે હજી કઈ કહેવામાં આવ્યું નથી.

આવા સંજોગોમાં સ્કૂલ અને કૉલેજો માટે ફરીથી ખોલવાની તારીખ પણ નિર્ણય લેવામાં આવશે. બૉડીએ ઉલ્લેખ કર્યો છે કે શહેરની મર્યાદામાં રોગચાળો નિયત્રંણમાં છે. તેમણે અમેરિકી વાણિજ્ય દૂતાવાસ સ્કૂલ અને શહેરની અન્ય વાણિજ્ય દૂતાવાસ સ્કૂલોને 18 જાન્યુઆરીથી ફરીથી ખોલવાની મંજૂરી આપી છે.

બીજી બાજું સ્કૂલ ખોલવાની વાત કરીએ તો દેશના કેટલાક ભાગોમાં નવા વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા જઈ રહી છે. એમાં પૂણેની સ્કૂલ નાસિકની સ્કૂલો સાથે 4 જાન્યુઆરીથી ફરી ખુલી જશે. મહારાષ્ટ્રના મોટા ભાગના ભાગોમાં શાળાઓ આંશિક રૂપે ફરીથી ખોલવામાં આવી છે. આ સિવાય બિહાર સરકારે 4 જાન્યુઆરીથી 9માં ધોરણથી 12માં સુધી સરકારી અથવા ખાનગી સ્કૂલોને ખોલવાની સૂચના આપી છે.

પરંતુ આ સમય દરમિયાન કોરોનાની માર્ગદર્શિકાનું કડક પાલન કરવું પડશે. શિક્ષકો અને બાળકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. આ સાથે સામાજિક અંતરનું કડક પાલન કરવું પડશે. તેમ જ હાલમાં રાજસ્થાન સરકારે પણ એક શાળા ખોલવાની જાહેરાત કરી છે. અહેવાલો મુજબ 4 જાન્યુઆરીથી 9માં ધોરણથી 12માં ધોરણ સુધીની સ્કૂલો ખોલવાની તૈયારી કરી રહી છે. પરંતુ કોરોનાની માર્ગદર્શિકાને સખત રીતે અનુસરીને શાળાઓ ખોલવામાં આવશે. એવી જ રીતે દેશના અન્ય ઘણા રાજ્યોમાં પણ શાળાઓ ખોલવામાં આવશે.

mumbai mumbai news coronavirus covid19 lockdown brihanmumbai municipal corporation