કોલાબા, ફોર્ટ અને નરીમાન પૉઇન્ટ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ

24 July, 2020 07:03 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોલાબા, ફોર્ટ અને નરીમાન પૉઇન્ટ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ કેસ

અત્યાર સુધી કોરોનાના કેસના મામલે બોરીવલી, કાંદિવલી, મલાડ, મુલુંડ અને મલબાર હિલ તથા તાડદેવ મોખરે હતાં. તસવીર : સુરેશ કરકેરા

કોલાબા, ફોર્ટ, નરીમાન પોઇન્ટને આવરી લેતા A-વૉર્ડમાં શહેરના અન્ય વિસ્તારોની તુલનામાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જેના માટે હાઇરાઇઝ બિલ્ડિંગોમાં વધતા કેસ મુખ્ય કારણ છે.

પાંચથી વધુ કેસ નોંધાય છે એવામાં બીએમસીએ અસરગ્રસ્ત નિવાસી સંકુલની આખી વિન્ગ સીલ કરવાની શરૂઆત કરી દીધી છે તેમ જ આવી સોસાયટીઓમાં હાઉસ હેલ્પ અને સર્વિસ પ્રોવાઇડર્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી ઉત્તર મુંબઈનાં પરાં બોરીવલી, કાંદિવલી, મલાડ, મુલુંડ અને દક્ષિણમાં મલબાર હિલ અને તાડદેવ કોવિડ-19 કેસોની વૃદ્ધિની યાદીમાં ટોચ પર હતાં. જોકે હવે 1.90 લાખની વસ્તીવાળો A-વૉર્ડ ટોચ પર છે જ્યાં દિવસના સરેરાશ ૩૦ કેસ થાય છે. મોટા ભાગના કેસો હાઇરાઇઝ બિલ્ડિંગના છે.

A-વૉર્ડના સહાયક કમિશનર ચંદા જાધવે કહ્યું હતું કે ‘આ કેસ લૉકડાઉન ખોલ્યા પછી વધ્યા હતા, જેના માટે સર્વિસ પ્રોવાઇડર્સ અને હાઉસ હેલ્પ માટેના લોકોએ સોસાયટીમાં લોકોનાં ઘરો, કૉમન એરિયા અને સામાન્ય શૌચાલયોની મુલાકાત લેવાનું શરૂ કર્યું એ કારણ મુખ્ય હતું. બીજું કારણ સાવચેતીના પગલારૂપે પરીક્ષણોમાં થયેલો વધારો છે. મોટા ભાગના કેસો કોરોનાનાં તીવ્ર લક્ષણો ધરાવે છે.’

A-વૉર્ડના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને સોસાયટી વિન્ગ્સ સીલ કર્યા પછી પણ આસપાસ ફરતા હોય એવા લોકોની ફરિયાદ મળી છે. તેથી સીલબંધ મકાનોની નજીક સર્વેલન્સ વધારવામાં આવશે.’

મુંબઈનો ડબલિંગ રેટ ૬૧ દિવસ થયો

બીએમસીના જણાવ્યા અનુસાર કોવિડ-19 કેસનો ડબલિંગ રેટ 60 દિવસને પાર કરી ગયો છે. કેસનો સરેરાશ વિકાસ દર એકદમ-સમયની સૌથી નીચી સપાટીએ 1.14 ટકા છે. 12 મેના શહેરમાં ડબલિંગ રેટ 10 દિવસનો હતો, જે બીજી જૂને ઘટીને 20 દિવસનો, 10 જુલાઈએ 50 દિવસનો થઈ ગયો છે.

mumbai mumbai news colaba fort nariman point coronavirus covid19 lockdown