મુંબઈ એરપોર્ટ પહોંચી Corona Vaccineની ખેપ, આ ત્રણ દેશો માટે થશે રવાના

22 January, 2021 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ એરપોર્ટ પહોંચી Corona Vaccineની ખેપ, આ ત્રણ દેશો માટે થશે રવાના

પ્રતીકાત્મક તસવીર

પૂણેના સીરમ ઈન્સ્ટિટ્યૂટ(Serum Institute of India)માં ઉત્પાદિત કોરોના વેક્સિન(Corona Vaccine)ની ખેપ મ્યાનમાર, સેશેલ્સ અને મોરેશિયસ (Myanmar, Seychelles and Mauritius) દેશોમાં મોકલવામાં આવશે. શુક્રવારે વહેલી સવારે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર મોકલવામાં આવી છે. ત્યાંથી થોડા સમયમાં વેક્સિનની ડોઝ લઈને આ દેશો માટે વિમાન ઉડાન ભરશે.

નોંધપાત્ર વાત છે કે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટથી ગુરૂવારે કોરોના વેક્સિનની ખેપ કાઠમંડુ અને ઢાકા માટે રવાના કરવામાં આવી હતી. અહીંથી કાઠમંડુ માટે 10 લાખ ડોઝ લઈને વિમાને સવારે 6 વાગીને 40 મિનિટ પર વિમાન રવાના થયું હતું જ્યારે ઢાકા માટે 20 લાખ ડોઝ લઈને સવારે 8 વાગ્યે વિમાન રવાના થયું હતું. જણાવી દઈએ કે 30 મિલિયનની વસ્તીવાળા નેપાળમાં 72 ટકા નાગરિકોને રસી રેવાનું આયોજન કરી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટથી બુધવારે સવારે કોવિશીલ્ડ વેક્સિન (Covidshield Vaccine)ની 1.5 લાખ ડોઝ ભૂતાન અને 1 લાખ ડોઝ માલદીવ્સ (Maldives) માટે રવાના કરવામાં આવી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે માલદીવ્સ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, ભૂતાન અને સેશેલ્સ માટે કોવિડ વેક્સિન રોલઆઉટ કરવાની ઘોષણા કરવામાં આવી હતી, આ નેબરહૂડ ફર્સ્ટ પૉલિસીને અનુરૂપ કરવામાં આવી રહી છે. કોરોના જ્યારે ચરમસીમાએ હતો ત્યારે પણ ભારતે પોતાના પાડોશી દેશોને મોટી સંખ્યમાં કોરોનાથી બચવા માટે જરૂરી સામાન જેમ કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન, રેમેડિસવિર અને પેરાસીટામોલ દવાઓ સાથે ડાયગ્નોસ્ટિક કિટ્સ, વેન્ટિલેટર, માસ્ક, ગ્લોવ્સ અને અન્ય તબીબી સહાયક સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા.

mumbai mumbai news chhatrapati shivaji international airport mumbai airport coronavirus covid19 myanmar mauritius