કોરોનાની તપાસ માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હવેથી જરૂરી નહીં

08 July, 2020 08:06 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોનાની તપાસ માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હવેથી જરૂરી નહીં

કોરોનાની તપાસ કરતાંં ડૉક્ટર

મુંબઈમાં ખાનગી લૅબ્સમાં કોરોનાની તપાસ માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની હવે જરૂર નહીં પડે. અગાઉ કોઈ વ્યક્તિને કોરોનાનાં લક્ષણો હોય તો તેમને ડૉક્ટર પાસેથી મંજૂરી લેવાની જરૂર પડતી હતી, પણ હવે ડૉક્ટરના મંજૂરી પત્ર વગર લૅબોરેટરીમાં કોઈ પણ શંકાસ્પદ દર્દીઓ કોરોનાની તપાસ કરાવી શકશે.

કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે આદેશ આપ્યો છે કે કોરોનાની તપાસ બને એટલી વધારે થવી જોઈએ જે માટે હવે દરેક શંકાસ્પદ દર્દીએ પહેલાં ડૉક્ટરની ચિઠ્ઠી મેળવવાની જરૂર નહીં પડે. પ્રાઇવેટ લૅબોરેટરીમાં હવે તપાસ કરાવી શકાશે. જે દર્દીઓ ફ્રીમાં કોરોનાની તપાસ કરાવવા માગતા હોય તેમણે સરકારી દવાખાનામાં જ તપાસ કરાવવાની રહેશે.

ધારાવીમાં ગઈ કાલે નોંધાયો માત્ર એક કેસ

બે મહિના પહેલાં કોરોના રોગચાળાનો હૉટસ્પૉટ ગણાતા મધ્ય મુંબઈના ધારાવી વિસ્તારમાં હવે પરિસ્થિતિ ઘણી સુધારા પર છે. મંગળવારે દિવસ દરમ્યાન ધારાવીમાં કોરોના-ઇન્ફેક્શનનો ફક્ત એક કેસ નોંધાયો હતો. ગઈ કાલે એક કેસ નોંધાયા પછી એ વિસ્તારના કુલ કેસની સંખ્યા ૨૩૩૫ પર પહોંચી છે. ધારાવીમાં કોરોનાનો ફક્ત એક કેસ નોંધાયો હોય એવું છેલ્લે પાંચમી એપ્રિલે બન્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાલ ધારાવીમાં ૩૫૨ ઍક્ટિવ કેસ નોંધાયા છે અને ૧૭૩૫ દર્દીઓ સાજા થતાં તેમને હૉસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. મુંબઈમાં કોરોના-ઇન્ફેક્શનનો પહેલો કેસ નોંધાયો એના ૨૦ દિવસ પછી એક એપ્રિલે ધારાવીમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.

coronavirus covid19 mumbai mumbai news lockdown dharavi