મુંબઈમાં રોજ 45 લોકો કોરોનાનો ભોગ બને છે

23 October, 2020 09:52 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈમાં રોજ 45 લોકો કોરોનાનો ભોગ બને છે

કોરોના ટેસ્ટિંગ

મુંબઈમાં કોરોના રોગચાળાના મરણાંક પર નિયંત્રણ માટે હજી સંઘર્ષ કરવાની ફરજ પડે છે. ઑક્ટોબર મહિનાનાં પ્રથમ ત્રણ અઠવાડિયાંમાં ફક્ત વીસ દિવસમાં 900 જણનાં મૃત્યુ નોંધાયાં હતાં. ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં 1200થી 1300 મૃત્યુ નોંધાયાં હતાં. ઍક્ટિવ કેસિસનો આંકડો સપ્ટેમ્બરમાં 34,136 હતો એ ઑક્ટોબરમાં ઘટીને 18,000 થયો છે. પરંતુ સિમ્પ્ટમૅટિક અને સિરિયસ દરદીઓની સંખ્યા 8000થી ઉપર રહી છે. હાલમાં સિમ્પ્ટમૅટિક દરદીઓની સંખ્યા 7340 અને ગંભીર સ્થિતિના સારવાર હેઠળના દરદીઓની સંખ્યા 1257 નોંધાઈ છે. સપ્ટેમ્બર મહિનામાં સિમ્પ્ટમૅટિક દરદીઓની સંખ્યા 8376 અને ગંભીર સ્થિતિના સારવાર હેઠળના દરદીઓની સંખ્યા 1233 હતી.

આ મહિનાના વીસ દિવસોમાં કોરોના ઇન્ફેક્શનના નવા દરદીઓની સંખ્યા 38,000 પર પહોંચી છે. મરણાંક આગલા મહિનાની સરખામણીમાં ઘટ્યો નથી. જુલાઈ મહિનાની સરખામણીમાં ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મરણાંક ઘટ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકા દરદીઓ ઘટતા હોવાનો દાવો કરે છે, પરંતુ આંકડા કંઈક જુદું જ ચિત્ર દર્શાવે છે. કોરોના ઇન્ફેક્શનનો મરણાંક ઑગસ્ટ મહિનામાં 1305 અને સપ્ટેમ્બર મહિનામાં 1279 નોંધાયો હતો. એ બે મહિનામાં મરણાંકની સરેરાશ 42 હતી. ઑક્ટોબર મહિનામાં વીસ દિવસમાં 900 મૃત્યુ સાથે એ સરેરાશ 45ની નોંધાઈ છે.

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation lockdown prajakta kasale