કોરોનાના કહેર વચ્ચે પણ મુંબઈના 95 રસ્તાઓ ચોમાસા પહેલા રીપેર થઈ જશે

25 April, 2020 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાના કહેર વચ્ચે પણ મુંબઈના 95 રસ્તાઓ ચોમાસા પહેલા રીપેર થઈ જશે

તસવીર: આશિષ રાજે

કોરોના વાયરસ (COVID-19)ના સંકટ વચ્ચે પણ ચોમાસા પૂર્વે શહેરના 95 રોડનું બાકી રહેલું કામ પુર્ણ કરવાની યોજના બૃહદમુંબઈ મહાનગર પાલિકાએ બનાવી છે. આ કટોકટી દરમ્યાન પણ પાલિકાએ કુલ 207 રસ્તાઓનું સમારકામ અને પુનનિર્માણનું કાર્ય હાથ ધર્યું છે. 207 રસ્તાઓમંથી 95 રસ્તાઓનું કામ ચોમાસાની શરૂઆત પૂર્વે જ પૂર્ણ થઈ જશે. જેમાંથી 33 રસ્તા શહેરના છે, 24 પૂર્વ પરાંના અને 38 પશ્ચિમ પરાંના છે. પાલિકાના અધિકારીઓએ આપેલી માહિતિ મુજબ, કોન્ટ્રેક્ટરોને સલાહ આપવામાં આવી છે કે સમારકામનું કામ કરતી વખતે સોશ્યલ ડિસટન્સ મેન્ટેઈન થાય તેની ખાસ તકેદારી રાખવી. તેમજ સાવચેતીના પગલા લેવા જેવું કે માસ્ક અને ગ્લોવ્સ પહેરવા. જ્યારે કન્ટેઈનમેન્ટ ઝૉનમાં આવતા રસ્તાઓના કાનમ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

હાલ, શહેરમાં 35 રોડ, પૂર્વ પરાંના 46 રોડ અને પશ્ચિમ પરાંના 126 રોડનું કામ ચાલી રહ્યું છે. તેમાં અંધેરી-ઘાટકોપર લિન્ક રોડ, શંકરરાઓ નરમ માર્ગ, ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ અને બાંદ્રા પૂર્વના હરિમંદિર માર્ગનો સમાવેશ છે.

એકંદરે ચોમાસાના અગમન પહેલાં શહેરના લગભગ 279 રોડનું કામ થઈ જશે. જેમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું તે પહેલા જે રોડના સમારકામ ચાલી રહ્યાં હતા તેનો પણ સમાવેશ છે. પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, અત્યારે રસ્તા પર ટ્રાફિક ન હોવાથી થોડાક જ કલાકોમાં કામ પુર્ણ થઈ જાય છે.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai rains mumbai monsoon