કૉર્ટે મલિકના વચગાળાના જામીન ફગાવી ખાનગી હૉસ્પિટલમાં સારવારની આપી છૂટ

14 May, 2022 12:03 PM IST  |  Mumbai | Agency

અદાલતે નવાબ મલિકના તબીબી આધારે વચગાળાના જામીન નામંજૂર કર્યા, પરંતુ ખાનગી હૉસ્પિટલમાં સારવારની મંજૂરી આપી

ફાઈલ તસવીર

અહીંની સ્પેશ્યલ કોર્ટે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, પણ તેમને ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવવાની છૂટ આપી હતી.
પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ના મામલાની સુનાવણી માટે નિર્દિષ્ટ જજ આર. એન. રોકડેએ જણાવ્યું હતું કે નવાબ મલિકનાં પુત્રી સારવાર દરમિયાન હાજર રહી શકે છે.
અદાલતે શરૂઆતથી નવાબ મલિકની સારવાર કરી રહેલા ડૉક્ટર પાસે તેમને ન લઈ જવા બદલ તપાસકર્તા સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)નો પણ ઊધડો લીધો હતો.

Mumbai mumbai news nawab malik