જે. ડે મર્ડરકેસમાં આરોપી જર્નલિસ્ટની નાર્કો ટેસ્ટ કરવાની કોર્ટે પોલીસને પરવાનગી ન આપી

02 December, 2011 08:26 AM IST  | 

જે. ડે મર્ડરકેસમાં આરોપી જર્નલિસ્ટની નાર્કો ટેસ્ટ કરવાની કોર્ટે પોલીસને પરવાનગી ન આપી

 

 

જિજ્ઞાએ પોતાનો મોબાઇલ ફોન કોઈને વેચી દીધો હોવાથી આ મોબાઇલને શોધવા માટે અને તેના મોબાઇલની માહિતી મેળવવા માટે પબ્લિક પ્રોસિક્યુટર દિલીપ શાહે જિજ્ઞાના આઠ દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ મોકા (મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ) કોર્ટના સ્પેશ્યલ જજે ચાર દિવસની કસ્ટડી એક્સટેન્ડ કરી હતી.

જિજ્ઞા વોરાની ૨૫ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. ગૅન્ગસ્ટર છોટા રાજનના સાગરીત પૉલ્સન જોસેફની પણ પોલીસે કસ્ટડી માગી હતી, જેને સોમવાર સુધીની પોલીસકસ્ટડી મળી હતી. પૉલ્સનની કસ્ટડી પોલીસને મળવાથી જિજ્ઞા તેને પહેલાં મળી છે કે નહીં એ બાબતે પોલીસ પૂછપરછ કરવાની છે. આ ઉપરાંત પૉલ્સને જિજ્ઞાને ગ્લોબલ સિમ-કાર્ડ આપ્યાં હતાં કે નહીં, જેથી આ કેસમાં જિજ્ઞાની સંડોવણી બાબતે ખબર પડશે. જે. ડેના મર્ડર પહેલાં ગ્લોબલ સિમ-કાર્ડને દુબઈથી લાવવામાં આવ્યાં હતાં. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે ‘જિજ્ઞાએ છોટા રાજન સાથે અનેક વાર ફોન પર વાત કરી છે મર્ડર પહેલાં અને એ પછી પણ. જે. ડેના મર્ડર પહેલાં તેણે ઓવરસીઝ ૨૬ મિનિટ સતત વાત કરી હતી. આટલી લાંબી વાતમાં તેણે શું વાત કરી હતી એ તે પોલીસને જણાવી નથી રહી. આસાન સવાલના પણ તે પ્રૉપર જવાબ નથી આપી રહી.’