Corruption case: અનિલ દેશમુખ, સચિન વાઝે અને બે સહાયકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

16 April, 2022 08:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

100 કરોડની વસૂલીના કેસમાં મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુસીબતોમાં સતત વધારો થઈ રહ્યો છે. 100 કરોડની વસૂલીના કેસમાં મુંબઈની સ્પેશિયલ CBI કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈ સેશનની વિશેષ સીબીઆઈ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. અનિલ દેશમુખ હવે 29 એપ્રિલ સુધી કસ્ટડીમાં રહેશે. અનિલ દેશમુખની ED દ્વારા 2 નવેમ્બર, 2021ના ​​રોજ 100 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. દેશમુખ હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

CBI કોર્ટે કસ્ટડી લંબાવી

વાસ્તવમાં, મની લોન્ડરિંગ કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 12 એપ્રિલે સુનાવણી દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની કસ્ટડી શુક્રવાર સુધી લંબાવવામાં આવી હતી. બીજી તરફ અનિલ દેશમુખને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ સીબીઆઈ કોર્ટે પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. અનિલ દેશમુખ હવે 29 નવેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે. તે જ સમયે છેલ્લી સુનાવણીમાં અનિલ દેશમુખના વકીલે સવાલ કર્યો હતો કે ED હજી સુધી બાકીના આરોપીઓની ધરપકડ કેમ કરી શક્યું નથી.

ઉપરાંત મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે શનિવારે પોલીસકર્મી સચિન વાઝે અને અન્ય બેને ભ્રષ્ટાચારના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં પર મોકલ્યા છે. દેશમુખ તેમના બે સહાયકો સંજીવ પાલાંડે અને કુંદન શિંદે સાથે મની-લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, જ્યારે વાઝે એન્ટિલિયા બોમ્બ ડર-મનસુખ હિરન હત્યા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતો.

mumbai mumbai news anil deshmukh