કોરોનાવાયરસ અને લૉકડાઉન અંગે સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

07 April, 2020 11:01 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોનાવાયરસ અને લૉકડાઉન અંગે સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન

પ્રતીકાત્મક તસવીર

એક તરફ દેશમાં Covid-19 દેશમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે લૉકડાઉન લંબાવવાની શક્યતા છે, તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે કે કોરોના સંક્રમિત એક વ્યક્તિ ટોળામાં ફરે તો એક મહિનામાં 406 લોકોને ચેપનો ખતરો થાય.

દેશમાં કોરોના કહેર વરસાવી રહ્યો છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં મંગળવારે કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના કેસની સંખ્યા 4,421 થઈ છે. જ્યારે મૃત્યુનો આંકડો 117 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે સોમવારે 24 કલાક દરમિયાન સંક્રમણના કુલ 693 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે કુલ 30 દર્દીઓનાં મોત થયા હતા. આજે એટલે કે મંગળવારે છેલ્લા 24 કલાકના દેશમાં સંક્રમણના નવા 354 કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન આઠ લોકોનાં મોત થયા છે. જ્યારે સંક્રમણની સંખ્યા સોમવાર કરતા મંગળવારે ઓછી રહી હતી.

ઉલ્લેખનીય છે કે દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લૉકડાઉન જ એકમાત્ર કારગર ઉપાય છે એવામાં લૉકડાઉન લંબાવાની શક્યતા છે. અગ્રવાલના સૂચન મુજબ પ્રભાવિત વિસ્તારોમાં લૉકડાઉનનું ચુસ્ત પાલન ખૂબ જ આવશ્યક છે. આ વિસ્તારોમાં આગ્રા, નોઇડા, પૂર્વ દિલ્હી, ભીલવાડા અને મુંબઈનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉન માટે દરેક પાસા વિશે વિચાર કરવામાં આવશે તેમજ આ અંગે કોઇપણ નિર્ણય લેવાતાં મીડિયાને જાણ કરવામાં આવશે.

coronavirus covid19 national news mumbai mumbai news