બ્રાઝિલ કરતા ભારતમાં વધુ કેસિઝ થયા, મહારાષ્ટ્ર-ગુજરાતમાં કેસિઝ વધ્યા

07 September, 2020 10:37 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

બ્રાઝિલ કરતા ભારતમાં વધુ કેસિઝ થયા, મહારાષ્ટ્ર-ગુજરાતમાં કેસિઝ વધ્યા

પ્રતીકાત્મક તસવીર - સૈયદ સમીર અબૈદી

Covid -19 થી પ્રભાવિત વિશ્વવ્યાપી દેશોની યાદીમાં ભારત હવે બીજા સ્થાને છે અને કેસિઝને મામલે ભારતે બ્રાઝિલને પણ પાછળ છોડી દીધો છે. ભારતમાં 42 લાખ કેસિઝ થયા છે અને જ્યારે બ્રાઝિલમાં કૂલ કેસિઝનો આંકડો 41.30 લાખથી વધુ છે. જો કે વિશ્વમાં સૌથી વધુ કેસિઝ તો અમેરિકામાં જ છે જ્યાં 64.50 લાખથી વધુ કેસિઝ થયા છે. આ આંકડા વર્લ્ડોમીટર પર દર્શાવાયા છે. આ તરફ કેન્દ્ર સરકારે સોમાવારે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં 90 હજારથી વધુ કેસિઝ નોંધાયા છે અને 24 કલાકમાં કૂલ 1,016 લોકોનાં મોત થયા છે.  ભારતમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં દરરોજ 80 હજારથી વધુ કેસ નોંધાયા છે

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 42,04,614 થઇ છે. આ ઉપરાંત, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 32,50429 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ દેશમાં 8,82,542 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 71,642 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 4,95,51,507 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1335 વધુ લોકો કોરોના વાયરસથી (covid-19) સંક્રમિત થયા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો 1,04,341 પહોંચ્યો છે. જ્યારે અત્યારે 16,475 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક 3108 થયો છે. આજે રાજ્યમાં કુલ 72,561 ટેસ્ટ કરાયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર 81.23 ટકા છે.

મહારાષ્ટ્રમાં કોરોના

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં આવેલા નવા કેસીઝના આંકડાએ સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્યમાં 23,350 નવા દર્દીઓ દેખાયા પછી હલચલ મચી ગઈ છે. રવિવારે 7,826 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ઘરે મોકલવામાં આવ્યા હતા, જ્યારે 328 ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 9,07,212 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 6,44,400 દર્દીઓ સારવાર બાદ ઘરે ગયા છે અને કુલ 26,604 ચેપગ્રસ્ત લોકો આ રોગચાળાને કારણે મૃત્યુ પામ્યા છે. 2,35,857 દર્દીઓ સક્રિય છે જેની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

મુંબઇની વાત

રવિવારે, કોરોના ચેપના 1,910 નવા દર્દી અને ચેપથી 37 મૃત્યુ નોંધાયા હતા. સાજા થતા 911 દર્દીઓને હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના જણાવ્યા અનુસાર રાજધાની મુંબઇમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા હવે 1,55,622 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 1,23,478 દર્દીઓ સ્વસ્થ થયા પછી હોસ્પિટલમાંથી ઘરે ગયા છે અને ચેપગ્રસ્ત લોકોના આ રોગચાળાને કારણે 7,866 લોકો માર્યા ગયા છે. ત્યાં 23,930 સક્રિય દર્દીઓ છે જેની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

રવિવારે મુંબઇના ધારાવી વિસ્તારમાં કોરોના ઇન્ફેક્શનના છ નવા કેસ સામે આવ્યા છે. બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અનુસાર ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 2819 પર પહોંચી ગઈ છે, જેમાંથી 2852 દર્દીઓ સ્વસ્થ બન્યા છે જ્યારે કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા 97 દર્દીઓ સક્રિય છે. 2452 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

coronavirus covid19 mumbai gujarat delhi news brazil