Coronavirus Outbreak: 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સંક્રમણના નવા 2940 કેસ

22 May, 2020 10:30 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સંક્રમણના નવા 2940 કેસ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, મહારાષ્ટ્રમાં સંક્રમણના નવા 2940 કેસિઝ નોંધાયા છે. એક જ દિવસમાં કોરોનાની સંખ્યા આટલી બધી વધી હોય તેવું પહેલી વાર થયું છે. આ સાથે મહારાષ્ટ્રમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા વધીને 44,582 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પોલીસ પણ કોરોનાનાં ભરડામાં આવી ચુકી છે. મહારાષ્ટ્ર પોલીસના 1666 પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેમાંથી 18 લોકો મૃત્યુ પામ્યા છે.

શુક્રવારે, રાજ્યમાં કુલ  63 દર્દીઓ વાઇરસનો ભોગ બન્યા હતા. આમ રાજ્યમાં મૃત્યુ આંક 1515 પર પહોંચી ગયો છે. અધિકારીઓએ કહ્યું કે, આ સતત છઠ્ઠા દિવસે મહારાષ્ટ્રમાં બે હજારથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12583 દર્દીઓ સાજા થયા છે અને કુલ 30474 સક્રિય કેસ બાકી છે. રાજ્યમાં 332777 લોકોની કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે.મહારાષ્ટ્રનાં મુખ્ય શહેર ગણાતા મુંબઇની વાત કરીએ તો મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા 27 હજારથી વધુ પહોંચી ગઈ છે.દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1751 કેસ નોંધાયા હતા અને કુલ 27 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.એકલા મુંબઇમાં કોરોના દર્દીઓની સંખ્યા હવે 27251 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામેલા કુલ 1,517 લોકોમાંથી 909 કેસિઝ મુંબઈના છે.

maharashtra coronavirus covid19 mumbai news