મુંબઈમાં ઍક્ટિવ કોરોના કેસ પહેલી વાર ૨૦,૦૦૦ કરતા ઓછા

29 October, 2020 11:01 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈમાં ઍક્ટિવ કોરોના કેસ પહેલી વાર ૨૦,૦૦૦ કરતા ઓછા

દાદર (વેસ્ટ)માં શિવાજી પાર્કમાં વનિતા સમાજમાં કોરોના કૅર સેન્ટર ખાતે કોવિડ -19 માટે પરીક્ષણ. (તસવીર ફાઇલ ચિત્ર / સુરેશ કરકેરા)

ઑગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાથી અત્યાર સુધીમાં છેલ્લા અઠવાડિયામાં પ્રથમ વાર શહેરમાં કોરોના વાઇરસના ઍક્ટિવ પેશન્ટની સંખ્યા ૨૦,૦૦૦ કરતાં ઓછી છે તેમ જ કોવિડ-19નાં લક્ષણ ધરાવતા તેમ જ ગંભીર પેશન્ટની સંખ્યા ૮૦૦૦ કરતાં ઓછી છે.
ઑગસ્ટ મહિનામાં કોવિડ-19ના નવા પેશન્ટની સંખ્યામાં ઘટાડો નોંધાતો રહ્યો તથા મહામારીની અસર ઘટતી જતી જોવા મળી હતી. શહેરમાં કોવિડ-19નાં લક્ષણ ધરાવતા તેમ જ ગંભીર પેશન્ટની સંખ્યા ૭૦૦૦ કરતાં વધુ રહી હતી. જોકે ગણેશોત્સવ પછી સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ નોંધાવા માંડતાં 18 સપ્ટેમ્બરે ઍક્ટિવ પેશન્ટની સંખ્યા વિક્રમી ૩૪,૧૩૬ નોંધાઈ હતી. આ સમયગાળામાં ૧૨૩૩ ગંભીર રોગીઓ સાથે રોગનાં લક્ષણો ધરાવતા પેશન્ટની સંખ્યા ૮૩૭૬ પર પહોંચી હતી. પરિણામે બીએમસીએ કોવિડ કૅર સેન્ટર-2 તેમ જ આઇસીયુ અને વેન્ટિલેટર્સ જેવી સંસ્થાકીય ક્વૉરન્ટીનની ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો.
ઑક્ટોબરમાં જ્યારે ઍક્ટિવ પેશન્ટની સંખ્યા ઘટી રહી હતી એ વખતે રોગનાં લક્ષણ ધરાવતા પેશન્ટની સંખ્યામાં કોઈ ફરક નોંધાયો નહોતો. ૨૧ ઑક્ટોબરે ઍક્ટિવ પેશન્ટની સંખ્યા ૧૮,૦૦૦ આસપાસ હતી ત્યારે કોવિડ-19નાં લક્ષણ ધરાવતા તેમ જ ગંભીર પેશન્ટની સંખ્યા ૮૯૫૭ (રોગનાં લક્ષણ ધરાવતા ૭૩૪૦ અને ગંભીર ૧૨૫૭) રહી હતી. પરંતુ ૨૭ ઑક્ટોબરે કોવિડ-19 પેશન્ટની સંખ્યા આગળના અઠવાડિયાના પેશન્ટથી સહેજ વધીને ૧૯,૦૩૫ રહી હતી જ્યારે કે ગંભીર પેશન્ટ્સની સંખ્યા ૧૦૭૮ અને કોવિડ-19નાં લક્ષણ ધરાવતા પેશન્ટની સંખ્યા ૬૭૮૧ નોંધાઈ હતી.
પેશન્ટની સંખ્યામાં થયેલા ઘટાડાની અસર કોવિડ સ્પેશ્યલ હૉસ્પિટલમાં પથારીની રિક્તતા પર પણ જોવા મળી હતી. કોવિડ-19 સમર્પિત સેન્ટર અને હૉસ્પિટલોના ૧૫,૧૦૬ બેડમાંથી ૭૪૨૬ બેડ ખાલી પડ્યા છે. કોવિડ પેશન્ટ માટે આઇસીયુમાં ૨૦૩૫ બેડ અને ૧૧૭૭ વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે, જેમાંથી હાલમાં ૪૯૦ આઇસીયુ બેડ અને ૨૧૨ વેન્ટિલેટર્સ ખાલી છે.
છેલ્લાં બે અઠવાડિયાંથી દરદીઓની સંખ્યામાં ઘટાડો થવાનું શરૂ થયું છે, પરંતુ રોગનાં લક્ષણો ધરાવતા દરદીઓને સાજા થવા માટે સાતથી ૧૫ દિવસની જરૂર પડે છે, આ આંકડો ડેટાબેઝમાં પ્રતિબિંબિત થવામાં સમય લાગે છે. જો નીચેનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો આગામી કેટલાક દિવસોમાં આ સંખ્યામાં વધુ ઘટાડો થશે એમ બીએમસી સાથેના એક અધિકારીએ જણાવ્યું હતું.

coronavirus covid19 mumbai mumbai news