હાલ ગાઈડલાઇન્સ સાથે પણ ધાર્મિક સ્થળો ખોલવા યોગ્ય નથી

09 September, 2020 12:33 PM IST  |  Mumbai | Agency

હાલ ગાઈડલાઇન્સ સાથે પણ ધાર્મિક સ્થળો ખોલવા યોગ્ય નથી

ફાઈલ તસવીર

મંદિરો ખોલવા બદલ કરાયેલી એક એનજીઓ દ્વારા કરાયેલી જનહિતની અરજીનો જવાબ આપતા રાજ્ય સરકારે હાઇકોર્ટને કહ્યું છે કે રાજ્યમાં હાલની પરિસ્થિતિ જોતા જ્યા સુધી કોરોના અંકુશમાં ન આવે ત્યાં સુધી ગાઈડલાઇન્સ સાથે પણ ધાર્મિક સ્થળો ખુલા ન કરવાનો નિર્ણય અમે લીધો છે.
અરજદાર તરફથી રજુઆત કરતા વકીલ દિપેશ સિરોયાએ કહ્યું હતું કે મંદિરોમાં એક સાથે અમુક ચોક્કસ સખ્યામાં જ ભાવિકો જઈ શકે એ રીતે ગોઠવણ કરી રાજ્ય સરકાર મંદિરો ખોલે. સામે પક્ષે સરકાર તરફથી રજુઆત કરતા એડવોકેટ જનરલ આશુતોષ ખુંભકોણીએ હાઇકોર્ટના જસ્ટીસ અમજદ સૈય્યદની વડપણ હેઠળની બેન્ચને કહ્યું હતું કે રાજ્ય સરકારે એ રીતે મંદિર ખોલવા વીચાર્યું હતું પણ પછી કોરોનાના વધતા કેસિસ જોતા એ બાબત વ્યવહારુ ન લાગતા માંડી વાળ્યું હતું.

રાજ્ય સરકારે આ નિર્ણયની જાણ કરતી એફિડેવિટ હાઇકોર્ટમાં સોમવારે ફાઇલ કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી કિશોર નિંબાળકરે ફાઇલ કરેલી એ એફડેવિટમાં કહેવાયું છે કેક્રાઉડ મેનેજમેન્ટ સંદર્ભે શાક માર્કેટ કે પછી ગણેશોત્સવ દરમ્યાન ગાઈડલાઇન્સનો ભંગ થતો હોવાનું જોવા મળ્યું છે. વળી એફિડેવિટમાં એમ પણ કહેવાયું છે કે વ્યક્તિને ધર્મ અને તેને પાળવા માટે આપવામાં આવેલા બંધારણીય હક્ક જનાદેશ, સદાચાર અને આરોગ્યને આધીન છે, અને એથી જનતાના આરોગ્યને જાળવવું સૌથી વધુ અગ્રક્રમે ગણાય છે. અમે એ માટે કદાચ ગાઈડલાઇન્સ પણ બહાર પાડીએ, પણ લોકો એનો અમલ
કરશે જ એવી કોઇ ગેરંટી આપી શકાતી નથી.

હાલમા જ ઉજવાયેલા ગણેશોત્સવ આંખ ઉઘાડનારો બની રહ્યો. રાજ્ય સરકારે એ માટે ગાઈડલાઇન્સ બહાર પાડી હતી અને અપેક્ષા હતી કે દરેક નાગરિક પોતાની જવાબદારી સમજી એ ગાઈડલાઇન્ ફોલો કરશે. પણ અનેક જગ્યાએ તેનો ભંગ થતો જોવા મળ્યો. અનેક લોકો બજારોમાં ડેકોરેશન કે જે આવશ્યક નહોતું એમ છતા પણ એ ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. મંદિરો ખોલવામાં આવશે તો બહુ મોટી સંખ્યામાં ધસારો થશે જેને કારણે કોરોનાના સંસર્ગ બહુ જ ફેલાઈ શકે, એ વખતે રાજ્ય સરકારના ટાંચા સાધનો તેને પહોંચી નહી વળે અને તેના ફેલાવાને રોકી નહી શકાય. 6 સપ્ટેમ્બર સુધીમાં કોવિડના કારણે 26000 જેટલા મોત થયા છે.

આંધ્ર પ્રદેશમાં તિરુપતિ બાલાજી મંદિર ખોલ્યા બાદ કોરોનાના કેસમા જબ્બર વધારો નોંધાયો હતો. એથી એને ધ્યાનમાં રાખા રાજ્યમાં ગાઈડ લાઇન્સ સાથે પણ મંદિરો ખોલવા એ પ્રેક્ટીકલ નથી.

mumbai mumbai news lockdown coronavirus covid19