Coronaviurs Scare: તબલીગી જમાત મરકઝમાં ગયેલા મુંબઇનાં 150 સામે ફરિયાદ

07 April, 2020 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronaviurs Scare: તબલીગી જમાત મરકઝમાં ગયેલા મુંબઇનાં 150 સામે ફરિયાદ

નિઝામુદ્દીનમાં પોલીસ મરકઝમાં હાજરી આપનારાઓને માર્ગદર્શન આપી રહી છે

આઝાદ મેદાન પોલીસે આજે તબલીઘી જમાત મરકઝમાં ગયેલા 150 જણા સામે ફરિયાદ નોંધી છે.દિલ્હી નિઝામુદ્દિનમાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં આ દોઢસો જણા ગયા હતા પણ તેમણે પાછા આવીને વહીવટી તંત્રને આ અંગે કોઇ જાણકારી ન આપી. ઝોન વનનાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સંગ્રામસિંહ નિશાનદારે જણાવ્યું કે બૃહ્નમુંબઇ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમને IPCની કલમ 188, 270 અને 269 હેઠળ ગુના દાખલ થયા છે. અનુક્રમે આ કલમ નાગરિક અધિકારા દ્વારા કરાયેલ હુકમનો અનાદર, જીવલેણ રોગનો ચેપ લાગી શકે તેમ કરવાનું દુષ્કૃત્યનો સમાવેશ થાય છે. હજી સુધી કોઇની ધરપકડ નથી કરાઇ.સુત્રોએ જણાવ્યું કે જે લોકો સામે ફરિયાદ થઇ છે તેઓ મરકઝમાં ગયા હતા અને તેઓ શહેરનાં અલગ અલગ હિસ્સાનાં છે પણ મોટાભાગનાં સાઉથ મુંબઇનાં છે. 200 જેટલા લોકો જે મરકઝમાં ગયા હતા તેમની પુછપરછ કરીને આ દોઢસો જણની ભાળ કાઢવામાં આવી છે.મરકઝમાં ગયેલાઓને કારણે દેશ આખામાં કોરોનાવાઇરસનાં કેસિઝની સંખ્યા વધી છે. BMCએ જાહેરાત કરી હતી કે જે લોકો મરકઝમાં ગયા હોય તેમણે જાહેરાત કરવી પણ કોઇએ જાણ ન કરી અને ન તો જરૂરી ક્વોરેન્ટાઇન કે ચેક-અપ કરાવ્યા.વાઇરસનો ફેલાવો અટકાવવા આ જરૂરી હતું કારણકે જે શંકાસ્પદ કેરિયર હોય તેને કારણે અન્યોને પણ ચેપ લાગી શકે છે.મુંબઇ પોલીસે પણ મરકઝમાં ગયેલાઓને BMCની હેલ્પલાઇન પર ફોન કરીને માહિતી આપવા કહ્યું છે.પોલીસે ભારતીય પિનલ કોડ હેઠળ કડક પગલાં લેવાશેની ચેતવણી પણ આપી છે અને એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ અનુસાર આ અનિવાર્ય છે તેમ પણ કહ્યું છે.

tablighi jamaat covid19 coronavirus delhi news mumbai news brihanmumbai municipal corporation mumbai police