મુંબઈ: પ્રાઇવેટ હૉસ્પિટલોની મનમાની નહીં ચાલે

31 August, 2020 08:04 AM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈ: પ્રાઇવેટ હૉસ્પિટલોની મનમાની નહીં ચાલે

જસલોક હોસ્પિટલ

બીએમસીના કમિશનરે મુંબઈની પ્રાઇવેટ હૉસ્પિટલોના સંચાલકો સાથે ચર્ચા કર્યા બાદ કોરોનાના રોગચાળાના દર્દીઓ માટે નિયંત્રિત કિંમતની જોગવાઈ ત્રણ મહિના લંબાવી છે. પ્રાઇવેટ હૉસ્પિટલોમાં કોરોના-ઇન્ફેક્શનના દર્દીઓ માટે બેડ અનામત રાખવા અને એમાં નિયંત્રિત કિંમતે બેડ ઉપલબ્ધ કરાવવા વિશે બીએમસીના આદેશની મુદત આજે પૂરી થતાં નવો આદેશ એકાદ-બે દિવસમાં બહાર પાડવામાં આવે એવી શક્યતા છે.

હાલમાં ૩૩ પ્રાઇવેટ હૉસ્પિટલો કોરોના-ઇન્ફેક્શનના દર્દીઓની સારવાર કરે છે. મુંબઈના બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલ સાથેની બેઠકમાં ૧૨ પ્રાઇવેટ હૉસ્પિટલોના પ્રતિનિધિઓ હાજર હતા. ૨૭ ઑગસ્ટે યોજાયેલી એ બેઠકમાં દવા અને સેવા-સાધનોની કિંમતોની ચર્ચા કરવામાં આવી હતી. પ્રાઇવેટ દવા તથા સેવા-સારવારની નિર્ધારિત કિંમતોની ઑક્ટોબરમાં સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો : ફેમસ ગુજરાતી સિંગર કિશોર મનરાજા સહિત ફૅમિલીની ‍‍‍‍‍‍‍નવ વ્યક્તિને કોરોના

અગાઉની જોગવાઈ અનુસાર પ્રાઇવેટ હૉસ્પિટલો સાથેની વ્યવસ્થા મુજબ પ્રાઇવેટ હૉસ્પિટલોમાં ૨૦ ટકા બેડ કોરોના-ઇન્ફેક્શનના દર્દીઓ માટે અનામત રખાયા હતા અને એ બધા બેડમાંથી ૮૦ ટકા બેડ પર સરકારે નિર્ધારિત કરેલી નિયંત્રિત કિંમતો પ્રમાણે દર્દીઓની સારવાર કરાતી હતી. અગાઉના આદેશમાં ૮૦ ટકા નૉન-આઇસોલેશન બેડ પર પણ પાલિકાના નિયંત્રણની જોગવાઈ સૂચિત હતી. એ જોગવાઈ વધુ ત્રણ મહિના લાગુ કરવામાં આવશે. કોરોના-ઇન્ફેક્શન સિવાયના દર્દીઓ માટેના ૫૦ ટકા બેડ માટે રેગ્યુલર રેટ પ્રમાણે ચાર્જિસ અને ૫૦ ટકા બેડ માટે ગવર્નમેન્ટ રેટ પ્રમાણે ચાર્જિસ વસૂલ કરવામાં આવશે. કેઈએમ સહિતની હૉસ્પિટલોમાં નૉન-કોવિડ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હોવાથી પ્રાઇવેટ હૉસ્પિટલોને રાહત આપવામાં આવી છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown jaslok hospital KEM Hospital arita sarkar