કોરોનાને પગલે વૉટ્‌સઍપની નવી પૉલિસી હવે એકને જ મેસેજ કરી શકાશે ફૉર્વર્ડ

08 April, 2020 09:43 AM IST  |  Mumbai | Agencies

કોરોનાને પગલે વૉટ્‌સઍપની નવી પૉલિસી હવે એકને જ મેસેજ કરી શકાશે ફૉર્વર્ડ

વૉટ્‌સઍપ

કોરોના મહામારીની સમાંતરે સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાઓ પણ એટલું જ ત્રાસદાયક સંકટ બની રહ્યું છે. લોકોમાં ખોટી માહિતી ફેલાતી રોકવા માટે વૉટ્‌સઍપ પણ પોતાની પૉલિસીમાં બદલાવ લાવશે. વૉટ્‌સઍપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે હવે મેસેજ ફૉર્વર્ડ કરવાની મર્યાદા વધુ ચુસ્ત બનાવવામાં આવશે. 

અગાઉ અનલિમિટેડ ફૉર્વર્ડની પૉલિસી બદલીને વૉટ્‌સઍપે એક સમયે એકસાથે પાંચ વ્યક્તિને ફૉર્વર્ડ થઈ શકે એવી જોગવાઈ કરી હતી. હવે કોરોના સંકટ વખતે એમાં વધુ ચુસ્તી લાદવામાં આવી છે. એ મુજબ એકસાથે એક જ વ્યક્તિને મેસેજ ફૉર્વર્ડ થઈ શકશે. આમ કરવાથી મેસેજ પ્રસારની ઝડપ પર અંકુશ લાવવાનો વૉટ્‌સઍપનો ઇરાદો છે.

mumbai mumbai news coronavirus covid19 whatsapp