Coronavirus Outbreak: WRએ બનાવ્યો મુંબઈનો પહેલો આઈસોલેશન રેલ કોચ

03 April, 2020 07:49 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

Coronavirus Outbreak: WRએ બનાવ્યો મુંબઈનો પહેલો આઈસોલેશન રેલ કોચ

પશ્ચિમ રેલવેના 460 કોચને આઈસોલેશન વોર્ડમાં રૂપાંતર કરવામાં આવશે

રેલવે બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે પશ્ચિમ રેલવેએ મુંબઈનો પહેલો આઈસોલેશન રેલ કોચ લોઅર પરેલના વર્કશોપમાં તૈયાર કર્યો છે. પશ્ચિમ રેલવેનું લક્ષ્યાંક છે કે, 460 કોચને ક્વોરન્ટાઈન વોર્ડમાં રૂપાંતર કરવા. આ કોચ જનરલ સેકેન્ડ ક્લાસના અને નોન-એસી સ્લિપરના હશે. 460 કોચમાંથી 170 કોચ મુંબઈ ડિવિઝનમાં તૈયાર કરવામાં આવશે.

કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશભરમાં ઊભી કરવામાં આવી રહેલી સુવિધાના ભાગરૂપે ભારતીય રેલવેએ 20,000 કોચને ક્વોરન્ટાઈણ વોર્ડ/આઈસોલેશન કોચમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. આ કોચ 3.2 લાખ બેડની ક્ષમતા ધરાવે તેટલા સક્ષમ હશે. પ્રથમ તબક્કામાં 5,000 કોચનું મોડિફિકેશન કરવામાં આવશે. આ 5,000 કોચમાં 80,000 પલંગની સગવડ હશે. એક કોચમાં આઈસોલેશન માટે 16 બેડ હશે.

દરેક કેબિનમાં બન્ને બાજુ મિડલ બર્થ કાઢી નાખવામાં આવ્યા છે 

પશ્ચિમ રેલવેએ હાલના કોચને આઈસોલેશન વોર્ડમાં રૂપાંતર કરવાનો પણ નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયના આદેશ મુજબ મેડિકલ ટીમને ટેકો મળે તે માટે પશ્ચિમ રેલવેએ એક અઠવાડિયાની અંદર 460 કોચનું રૂપાંતર કરવાનું નક્કી કર્યું છે.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે આપેલી માહિતિ મુજબ, પશ્ચિમ રેલવે જે 460 કોચનું રૂપાંતર કરવાનું નક્કી કર્યું છે તેમાંથી 170 કોચ મુંબઈ ડિવિઝન, 45 વડોદરા ડિવિઝન, 75 રતલામ ડિવિઝન, 70 અમદાવાદ ડિવિઝન, 20 રાજકોટ ડિવિઝન અને 80 ભાવનગર ડિવિઝન દ્વારા તૈયાર કરવામં આવશે. આ લક્ષ્યાંક પુર્ણ કરવા માટે બધા જ ઝોન કામ કરી રહ્યાં છે. પરંતુ લૉકડાઉન હોવાથી માલ-સામાનની ડિલિવરી મળતી નથી. પરંતુ rઆ કામને અગ્રતાના ધોરણે પુરૂ કરવા માટે રેલવે બધા જ પ્રયત્નો કરી રહ્યું છે. રેલવે બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે પહેલો કોચ ભાવનગર વર્કશોપમાં તૈયાર થઈ ગયો છે. દરેક કેબિનમાં બન્ને બાજુ મિડલ બર્થ કાઢી નાખવામાં આવ્યા છે. તબીબી સાધનો રાકવા માટે દરેક કેબીનમાં પ્રતિ બર્થ બે બોટલ હોલ્ડર પણ મુકવામાં આવ્યા છે. કેબિન દીઠ ત્રણ પેગ કોટ હુક અને મચ્છર ન ઘુસી જાય એટલે દરેક બારી પર મચ્છરદાની લગાડવામાં આવી છે. દરેક કેબિનમાં ત્રણ કચરાપેટીઓ હશે.

આઈસોલેશન કોચમાં તબીબી સાધનો સ્ટોર કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

ભાકરે વધુમાં જણાવ્યું હતું કે, એક ભારતીય શૈલીના શૌચાલયનું સ્નાનગૃહમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. તેમાં ડોલ, મગ અને સાબુ મુકવા માટેની વ્યવસ્થા છે. વોશબેસિનમાં પણ નવા નળ બેસાડવામાં અવ્યા છે. કેબિનમાં અઅવજા કરી શકયા તે માટે સ્નાનગૃહની પહેલી કેબિન પાસે પ્લાસ્ટિકના પડદા હૉસ્પિટલમાં હોય તેવા લગાડવામાં આવ્યા છે. ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તે સિવાય બધા જ લેપટોપ અને મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. બધી જ સુવિધાઓથી કોચ સજ્જ કરવામાં આવ્યા છે.

coronavirus covid19 mumbai mumbai news western railway