રેલવેનો લોચો : જાના થા યુપી, પહોંચ ગયે ઓરિસ્સા

24 May, 2020 07:39 AM IST  |  Mumbai | Agencies

રેલવેનો લોચો : જાના થા યુપી, પહોંચ ગયે ઓરિસ્સા

પ્રતીકાત્મક તસવીર

૨૧ મેના રોજ શહેરમાંથી ઉપડનારી ઉત્તર પ્રદેશ જનારી વસઈ રોડ-ગોરખપુર શ્રમિક સ્પેશ્યલ ટ્રેનને ભારે ટ્રાફિક જૅમને પગલે ઓરિસ્સાના માર્ગે અલગ રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.

૨૧ મેના રોજ મુંબઈના વસઈ રોડ સ્ટેશનથી ઉપડેલી ટ્રેનને બિલાસપુર થઈને જર્સુગુડા, રૂરકેલા, અદરા અને આસનસોલ સ્ટેશન ડાઇવર્ટ કરાઈ હતી, તેમ વેસ્ટર્ન રેલવેના પીઆરઓ રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશ જનારી આ ટ્રેનને ભારે ટ્રાફિકને કારણે કલ્યાણ, જલગાંવ, ભુસાવલ, ખાંડવા, ઇટારસી, જબલપુર અને માનિકપુર સ્ટેશન થકીના તેના અસલ રૂટ પરથી ડાઇવર્ટ કરાઈ હતી. શનિવારે સવારે જ્યારે ટ્રેન ઓરિસ્સાના રૂરકેલા સ્ટેશને પહોંચી ત્યારે પ્રવાસીઓ ગૂંચવાઈ ગયા હતા અને તેમને ડ્રાઇવર માર્ગ ભૂલી ગયો હોવાની શંકા ગઈ હતી.

ઇટારસી-જબલપુર-પંડિત દીનદયાળ નગર રૂટ પર ભારે ટ્રાફિક રહેતો હોવાથી હવે ટ્રેનો બિલાસપુર, જર્સુગુડા અને રૂરકેલા સ્ટેશનો તરફ ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. લૉકડાઉનને કારણે દેશના જુદા-જુદા ભાગોમાં ફસાઈ ગયેલા સ્થળાંતરિત મજૂરોને તેમનાં વતન પહોંચાડવા માટે રેલવેએ પહેલી મેથી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરી છે.

mumbai mumbai news mumbai trains