કેઈએમ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ટૅમી ફ્લુ ગોળીઓ આપવામાં આવે છે

12 April, 2020 07:12 AM IST  |  Mumbai | Arita Sarkar

કેઈએમ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ટૅમી ફ્લુ ગોળીઓ આપવામાં આવે છે

શનિવારે મુંબઈના પોલીસ જવાનોની ગ્રાન્ડ રોડ પર તપાસ કરવામાં આવી. તસવીર સૌજન્ય - બિપિન કોકાટે

મુંબઈ શહેરમાં કોરોના -ન્ફેક્શનના ૬૦દર્દીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને એમાંથી ૧૦દર્દીઓ કેઈએમ હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. છેલ્લા ૧૨ દિવસમાં મુંબઈ મહાનગરપાલિકાની કેઈએમ હૉસ્પિટલનો સૌથી વધારે મરણાંક છે. કેઈએમ હૉસ્પિટલમાં ફક્ત ડાયાલિસિસ કે વેન્ટિલેટર પર હોય એવા ગંભીર સ્થિતિનાદર્દીઓને દાખલ કરવામાં આવે છે.

કોવિડ-19નાં લક્ષણો જણાતાં ન હોય એવાદર્દીઓને કોઈ દવા અપાતી નથી. હળવાં લક્ષણો જણાય એવાદર્દીઓને હાઇડ્રોક્સિક્લોરોક્વિન તેમ જ એઝીથ્રોમાઇસિન નામની ઍન્ટિ-બાયોટિક પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, પરંતુ ગંભીર લક્ષણો ધરાવતાદર્દીઓને વધારે સક્ષમ દવા આપવાની જરૂર હોય છે. કેઈએમ હૉસ્પિટલના ડીન ડૉ. હેમંત દેશમુખે જણાવ્યું હતું કે ‘રોગચાળાનાદર્દીઓ માટે હૉસ્પિટલની મહત્તમ ક્ષમતા ૧૬દર્દીઓની છે. એમાં હળવાં લક્ષણોથી આગળ વધીને ગંભીર સ્થિતિ તરફનાદર્દીઓ હોય છે. ગંભીર સ્થિતિનાદર્દીઓને અન્ય હૉસ્પિટલમાં લઈ જવાય એમ ન હોવાથી તેમની સારવાર અહીં જ કરવામાં આવે છે. ઍક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રૉમનાદર્દીઓને ઍન્ટિ-રેટ્રોવાઇરલ દવાઓ તેમ જ ટૅમી ફ્લુ ગોળીઓ આપવામાં આવે છે.

શુક્રવાર સુધીમાં કેઈએમ હૉસ્પિટલમાં કોરોના-ઇન્ફેક્શનનાદર્દીઓની સંખ્યા ૧૩૭ની ઉપર પહોંચી ગઈ હતી. ટૅમી ફ્લુ ગોળીઓ સ્વાઇન ફ્લુનાદર્દીઓને અપાય છે અને ઍન્ટિ-રેટ્રોવાઇરલ દવાઓ એઇડ્સનાદર્દીઓને અપાય છે. કેઈએમ હૉસ્પિટલમાં હાઈ ડિપેન્ડન્સી યુનિટ પણ સ્થાપવામાં આવ્યું છે અને એમાં જેમનો કોરોના ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય, પરંતુ તીવ્ર લક્ષણો જણાતાં હોય એવાદર્દીઓને દાખલ કરવામાં આવે છે. ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય પણ શ્વાસની તકલીફ ગંભીર હોય એવા ઑક્સિજન અને ઍન્ટિ-બાયોટિક્સની જરૂરિયાતવાળા ૩૦દર્દીઓ અમારી પાસે છે.’

ગંભીર સ્થિતિનાદર્દીઓને સેવન હિલ્સ હૉસ્પિટલ અને બૉમ્બે હૉસ્પિટલ જેવી અન્ય હૉસ્પિટલોમાં પણ દાખલ કરવામાં આવે છે. તેમની સારવાર પણ ટૅમી ફ્લુ અને ઍન્ટિ-રેટ્રોવાઇરલ ડ્રગ્સ વડે કરવામાં આવે છે.

coronavirus covid19 arita sarkar KEM Hospital mumbai news mumbai police