લોકો ઘરમાં રહે એ હેતુથી રાજ્ય સરકાર પેટ્રોલ અને ડિઝલનો પુરવઠો બંધ કરશે

25 March, 2020 10:36 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

લોકો ઘરમાં રહે એ હેતુથી રાજ્ય સરકાર પેટ્રોલ અને ડિઝલનો પુરવઠો બંધ કરશે

નાગપાડામાં વાહનોને મૅનેજ કરતી પોલીસ (તસવીર: સુરેશ કરકેરા)

સંપુર્ણ દેશમાં લૉકડાઉન થયા બાદ પણ લોકો બાઈક અને કારમાં બહાર નીકળતા હોવાથી સરકાર સામાન્ય નાગરિકોને મળતા પેટ્રોલ અને ડિઝલના પુરવઠા પર બંધન લગાડે તેવી શક્યતાઓ છે. સુત્રોએ આપેલી માહિતિ મુજબ, પુણે અને નાગપુર શહેરમાં આ નિર્ણય લેવાઈ ચુક્યો છે. જો હજી પણ લોકો ઘરમાં નહીં રહે અને વાહનો લઈને બહાર નીકળશે તો બીજા રાજ્યોમાં પણ ડિઝલ અને પેટ્રોલનો પુરવઠો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે. ફક્ત આવશ્યક સેવાઓ પુરી પાડતા વાહનોને જ પેટ્રોલ અને ડિઝલનો પુરવઠો પુરો પાડવામાં આવશે.

ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મંગળવારે કહ્યું હતું કે, નાગરિકોને ઘરની બહાર નીકળવાની જ પરવાનગી નથી તો પછી પેટ્રોલ અને ડિઝલની શી જરૂર પડે? હજી સુધી અમે વિતરણ અટકાવ્યું નથી. પણ તે લોકોને જ પુરવઠો પુરો પાડવામાં આવે છે જે લોકો આવશ્યક સેવા અંતર્ગત આવે છે. ઈમરજન્સીના સમયમાં વાહનનો ઉપયોગ કરવો હોય તો વ્યક્તિ પેટ્રોલ-ડિઝલ વગર શું કરે તે પ્રશ્નના જવાબમાં દેશમુખે 'મિડ-ડે' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ બાબતને ધ્યાનમાં રાખીને અમે અમુક લિટર પેટ્રોલ-ડિઝલ આપીશું જેથી લોકોને તકલીફ ન થાય.

mumbai pune nagpur coronavirus covid19