Coronavirus Outbreak: ધારાવીમાં વધુ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત

02 April, 2020 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: ધારાવીમાં વધુ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)નો કહેર ખરેખર વધતો જ જાય છે. બુધવારે સાંજે ધારાવીના 56 વર્ષીય વ્યક્તિનું કોરોનાને લીધે મૃત્યુ થયા બાદ એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટીમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. આજે ધારાવીમાં વધુ એક કોરોનાનો પોઝેટિવ કેસ આવતા પરિસ્થિતિ વધુ ગંભીર થઈ છે. પાલિકાના 52 વર્ષીય સફાઈ કર્મચારીનો ટેસ્ટ પોઝેટિવ આવતા ઝૂપડપટ્ટીના લોકોમાં ગભરાટ ફેલાયો છે.

સફાઈ કર્મચારી વર્લીનો રહેવાસી છે. પરંતુ તેની ડયુટી ધારાવીમાં લાગી હતી. ધારાવીમાં સાફસફાઈ અને સેનિટાઈઝેશનની તેની ડયુટી હતી. તેનામાં કોરનાના લક્ષણ દેખાતા પાલિકાના અધિકારિઓએ સારવાર કરાવવાની અને ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. ટેસ્ટ કરાવતા તેનો ટેસ્ટ પોઝેટિવ આવ્યો હતો. અત્યારે તેની હાલત સ્થિર છે. તેના પરિવાર અને 23 સહકર્મચારીઓને ક્વોરન્ટાઈન કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો: Coronavirus Outbreak: ધારાવીના વ્યક્તિનું મૃત્યુ થતા આખા વિસ્તાર પર ખતરો

સ્વાસ્થય મંત્રાલયના આંકડાઓ મુજબ, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1,965 થઈ ગઈ છે. 1,764 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 150 લોકો વાયરસને માત આપીને ઠીક થઈ ગયા છે. પરંતુ 50 લોકોનું મૃત્યુ થયું છે. છેલ્લા 12 કલાકમાં 131 નવા કેસ નોંધાયા છે.

mumbai mumbai news coronavirus covid19 dharavi