કન્ટેનમેન્ટ ઝોનમાં શાકભાજી વેચવા પર પણ પ્રતિબંધ

08 April, 2020 07:40 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કન્ટેનમેન્ટ ઝોનમાં શાકભાજી વેચવા પર પણ પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીએ ગઈ કાલે એક આદેશ જારી કર્યો હતો. પ્રવીણ પરદેશીએ કહ્યું હતું કે કોરોનાની ચપેટમાં આ‍વ્યા હોય તેવા ૨૪૧ કન્ટેનમેન્ટ ઝોન મુંબઈમાં છે. આ વિસ્તારના લોકોને બીએમસીએ અગાઉ ઘણી વખત ચેતવણી આપીને કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે લોકો એક જગ્યાએ ટોળે મળીને ખરીદી ન કરે. એક મીટરનું અંતર રાખીને વસ્તુઓની ખરીદી કરે. છતાં કોઈના દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવાઈ નથી, તેથી તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આ‍વ્યો છે. આજથી આ તમામ ઝોનમાં શાકભાજીના વિક્રેતાઓને બેસવા દેવામાં આ‍વશે નહીં.

mumbai mumbai news coronavirus covid19