'સ્ત્રી' ફિલ્મ પરથી બનાવેલા મુબંઈ પોલીસના મિમ્સે ઈન્ટરનેટ પર મારી બાજી

09 April, 2020 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'સ્ત્રી' ફિલ્મ પરથી બનાવેલા મુબંઈ પોલીસના મિમ્સે ઈન્ટરનેટ પર મારી બાજી

મુંબઈ પોલીસે બનાવેલું મિમ

શહેરમાં કોરોના વાયરસ (COVID-19)નો પ્રભાવ વધી રહ્યો છે. એટલે નાગરિકો ઘરમાં જ રહે અને બહાર ન નીકળે તે માટે મુંબઈ પોલીસ બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે. મુંબઈ પોલીસ તેના ઓફિશ્યલ સોશ્યલ મિડિયા અકાઉન્ટ પરથી લાગણીસભર વિડિયો અને ફની મિમ્સ પોસ્ટ કરીને લોકોને ઘર રહેવાની અને સોશ્યલ ડિસટન્સિંગ મેન્ટેઈન કરવાની અપીલ કરતા હોય છે. મુંબઈ પોલીસના મિમ્સ હંમેશા ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બને છે અને સૌથી વધુ લાઈક્સ પણ મેળવે છે.

તાજેતરમાં મુંબઈ પોલીસે 2018માં આવેલી બોલિવુડની હૉરર-કૉમેડી ફિલ્મ 'સ્ત્રી' ના ડાયલોગ 'ઓ સ્ત્રી, કલ આના!' પરથી બનાવેલું કોરોના વાયરસનું મિમ્સ લોકોની ભારે પ્રશંસા મેળવી રહ્યું છે. મુંબઈ પોલીસે મિમમાં લખ્યું છે કે, 'ઓ કોરોના, કભી મત આના' અને હૅશટેગ પણ લળ્યું છે કે #EverySTREEtsSafe

આ ટ્વીટને 1,700 કરતા વધૂ લાઈક્સ મળ્યા હતા અને 301 લોકોએ રીટ્વીટ પણ કર્યું હતું.

આ પહેલા મુંબઈ પોલીસે 'F.R.I.E.N.D.S' પરથી બનાવેલું મિમ્સ શેર કર્યું હતું.

મુંબઈ પોલીસના મિમ્સ હંમેશા ઈન્ટરનેટ પર ધૂમ મચાવતા હોય છે.

coronavirus covid19 mumbai police mumbai mumbai news