કોરાના વાઇરસ ઈમ્પેક્ટ: રાજ્યની વધુ 9 લૅબમાં ટેસ્ટિંગ શરૂ થશે

24 March, 2020 09:54 AM IST  |  Mumbai | Arita Sarkar

કોરાના વાઇરસ ઈમ્પેક્ટ: રાજ્યની વધુ 9 લૅબમાં ટેસ્ટિંગ શરૂ થશે

જેજે હૉસ્પિટલમાં શરૂ થયેલી ક્વૉરન્ટીનની સુવિધાઓ.

રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત થઈ રહેલા વધારાને પગલે મહાવિકાસ આઘાડી સરકાર અને મ્યુનિ. કૉર્પોરેશને ક્વૉરન્ટીન અને આઇસોલેશનની સુવિધાઓ ઊભી કરવા માટે વધુ હૉસ્પિટલો સાંકળવાની સાથે-સાથે શંકાસ્પદ દરદીઓનું પરીક્ષણ કરવા માટે લૅબોરેટરીઝની સંખ્યા વધારી દીધી છે.

સૅમ્પલ્સનું ટેસ્ટિંગ સૌપ્રથમ પુણેમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિરોલૉજી ખાતે શરૂ થયું હતું, ત્યાર બાદ મુંબઈમાં કસ્તુરબા હૉસ્પિટલ અને નાગપુરમાં ઇન્દિરા ગાંધી ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં આ સુવિધા શરૂ થઈ હતી પછીથી કેઈએમ હૉસ્પિટલે પણ ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી હતી.

સરકાર આગામી સપ્તાહમાં રાજ્યની ટેસ્ટિંગ ક્ષમતા વધારીને એક દિવસમાં ઓછામાં ઓછી ૧૦૦૦ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. હાલમાં કસ્તુરબા હૉસ્પિટલ દિવસમાં આશરે ૨૫૦ સૅમ્પલ્સનું પરીક્ષણ કરે છે, જ્યારે કેઈએમ આશરે ૫૦ પરીક્ષણ કરે છે. મુંબઈમાં સરકારે હેફકિન લૅબોરેટરી અને જેજે હૉસ્પિટલને ટેસ્ટિંગની પરવાનગી આપી છે.

મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સચિવ સંજય મુખરજીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં મિરાજ, અકોલા, ઔરંગાબાદ, ધૂળે, સોલાપુર અને નાગપુર સહિતનાં સ્થળોએ નવી છ લૅબોરેટરી માટે મંજૂરી આપી છે.

mumbai mumbai news arita sarkar coronavirus covid19 jj hospital