મુંબઈ કેમ બચશે? એક જ દિવસમાં 1500થી વધુ કોરોનાના કેસ

18 May, 2020 09:56 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ કેમ બચશે? એક જ દિવસમાં 1500થી વધુ કોરોનાના કેસ

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે મુંબઈમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨૦,૦૦૦ના આંકને પાર કરી ગઈ હતી, તો શહેર તેમ જ રાજ્યમાં એક જ દિવસે સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં કુલ કેસની સંખ્યા ૨૦,૧૫૦ થઈ હતી, તો મરણાંક ૭૩૪ થયો હતો. રાજ્યના અધિકારીઓએ કહ્યું હતું કે હાલમાં ૨૪,૧૬૧ પેશન્ટની સારવાર ચાલી રહી છે, તો ૭૬૮૮ પેશન્ટ્સ સાજા થયા છે. બીજી તરફ મુંબઈ સુધરાઈના અધિકારીઓએ કહ્યું હતું કે ૧૦થી ૧૪ મે વચ્ચે થયેલી ટેસ્ટનાં રિઝલ્ટને પણ જોડવામાં આવ્યાં હતાં. ગઈ કાલે મુંબઈમાં એક જ દિવસમાં સૌથી વધુ ૧૫૯૫ કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ ૬૮ લોકોનાં ગઈ કાલે મોત નીપજ્યાં હતાં; જેમાં મુંબઈના ૩૮, પુણેના ૯ , ઔરંગાબાદના ૬, સોલાપુર અને રાયડમાં ૩-૩ તથા થાણે, પનવેલ, લાતુર અને અમરાવતીના એક-એકનો સમાવેશ થાય છે.

પુણેના મેડિકલ સપ્લાયરના ૩૮ કર્મચારીઓને કોરોના

પુણેના સદાશિવ પેઠના દવા અને અન્ય મેડિકલને લગતી વસ્તુઓના સપ્લાયરના ૩૮ ડિલિવરી કર્મચારીઓને શનિવારે કોરોના થયો હોવાનું બહાર આવતાં પુણેના મેડિકલ સર્કલમાં ખળભળાટ મચી ગયો છે. એક જ સપ્લાયરના ૩૮ કર્મચારીઓ અને બીજા સપ્લાયરના પાંચ કર્મચારીઓને કોરોના થયો હોવાનું કેમિસ્ટ અસોસિએશનના સેક્રેટરી અનિલ બેળકરે જણાવ્યું હતું. પુણેના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી દવાની દુકાનોમાં આ કર્મચારીઓ દવાની ડિલિવરી કરતા હતા એથી હવે એ ડિલિવરી કરતી વખતે શું કાળજી રાખવી કે શું ઉપાય યોજવા એના વિશે નવી નિયમાવલિ બનાવાઈ રહી છે.

પુણે હજી પણ કોરોનાનું હૉટસ્પૉટ છે. શનિવારે એક જ દિવસમાં પુણેમાં કોરોનાના ૨૦૨ કેસ મળી આવ્યા હતા, જ્યારે ૧૧ કોરોના દરદીઓનાં મોત થયાં હતાં. મૃતકોમાં ૪૩ વર્ષના એક કિન્નરનો પણ સમાવેશ છે. પુણેમાં કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા ૩૨૯૫ પર પહોંચી છે જેમાં ૧૮૫ દરદીઓનાં મોત થયાં છે. ગઈ કાલે ૬૮ દરદીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ઘરે જવા દેવાયા છે. પુણેમાં કુલ ૧૬૧૮ દરદીઓએ કોરોનાને માત આપી છે.

કોરોના કાઉન્ટ

મુંબઈ

ગઈ કાલે મળેલા નવા કેસ 1595
ગઈ કાલે મરનારની સંખ્યા 38
કોરોનાના કુલ કેસ 20150
કુલ મરણાંક 734

મહારાષ્ટ્ર

ગઈ કાલે મળેલા નવા કેસ 2347
ગઈ કાલે મરનારની સંખ્યા 63
કોરોનાના કુલ કેસ 330
કુલ મરણાંક 1198

mumbai mumbai news coronavirus covid19 lockdown