મુંબઈમાં કોરોનાને લીધે વધુ એક વ્યક્તિનું મૃત્યુ, મૃત્યુઆંક થયો ચાર

24 March, 2020 02:45 PM IST  |  Mumbai | Arita Sarkar

મુંબઈમાં કોરોનાને લીધે વધુ એક વ્યક્તિનું મૃત્યુ, મૃત્યુઆંક થયો ચાર

કસ્તુરબા હૉસ્પિટલની ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ને લીધે મુંબઈમાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને મૃત્યાંક ચાર થઈ ગયો છે. મંગળવારે કસ્તુરબા હૉસ્પિટલમાં 65 વર્ષના વૃધ્ધનું કસ્તુરબા હૉસ્પિટલમાં નિધન થતા મુંબઈનો આંકડો ચારે પહોચ્યો છે. પરંતુ પાલિકાના અધિકારીઓ આ મૃત્યુને ત્રીજું જ ગણે છે. કારણકે ફિલિપાઈન્સના સિટિઝજનનું મૃત્યુ થયું ત્યારે તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને આ બાબતે નિષ્ણાતોની કમિટિએ હજી સુધી નિર્ણય લીધો નથી.

પાલિકાના અધિકારીએ આપેલી માહિતિ મુજબ, મંગળવારે મૃત્યુ પામનાર 65 વર્ષના વ્યક્તિ દુબઈ ગયા હતા અને પછી 15 માર્ચે અમદાવાદ ઉતર્યા હતા. 20 માર્ચે તેઓ મુંબઈ આવ્યા તે પછી તેમની તબિયત વધુ બગડી હતી. 23 માર્ચે તેમને કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમને ભારે તાવ, કફ અને શ્વાસોશ્વસમાં તકલીફ થતી હતી. બધી જ સારવાર આપવા છતા તેઓ મંગળવારે મૃત્યુ પામ્યા હતા.

સોમવારે રાજ્યના અરોગ્ય વિભાગે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 101 થઈ છે.

coronavirus covid19 mumbai mumbai news