રેલવે કોચને બનાવાશે ક્વૉરન્ટીન વૉર્ડ

01 April, 2020 10:09 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

રેલવે કોચને બનાવાશે ક્વૉરન્ટીન વૉર્ડ

ટ્રેનનો આઈસોલેશન કૉચ

કોરોના વાઇરસના રોગચાળા દરમ્યાન વાડી બંદર, એલટીટી કુર્લા, માટુંગા, પરેલ, લોઅર પરેલ, મહાલક્ષ્મી, મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ટર્મિનસ – મુંબઈનાં આ આઠ સ્થળોની કોરોના વાઇરસના દરદીઓની સારવાર કરવા માટે ક્વૉરન્ટીન વૉર્ડ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા રેલ કોચ તૈયાર કરવા માટે ઓળખ કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવેને ૪૧૦નો લક્ષ્યાંક તો સેન્ટ્રલ રેલવેને ૪૮૨ કોચ તૈયાર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને ભાવનગરમાં પ્રોટોટાઇપ તૈયાર છે, ત્યારે રેલ કોચને સારવારની જરૂર હોય તેવા વિસ્તારોમાં લઈ જવાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન રેલવેને ૪૧૦ કોચને પરિવર્તિત કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોવા છતાં હાલમાં તેની પાસે આશરે ૩૬૦ કોચ ૧૫ વર્ષ કરતાં વધુ જૂના છે. ૧૫ વર્ષ કરતાં વધુ જૂના કોચનો વૉર્ડ માટે ઉપયોગ કરવામાં આવશે. ભારતીય રેલવેએ જણાવ્યું હતું કે દેશમાં ઊભી કરવામાં આવી રહેલી ક્વૉરન્ટીન સુવિધાઓ વધારવા માટે તે ૨૦,૦૦૦ કોચ ક્વૉરન્ટીન, આઇસોલેશન કોચમાં પરિવર્તિત કરવા માટે સજ્જ છે. રેલવે સૂત્રના જણાવ્યા મુજબ ‘અમે આગામી બે સપ્તાહમાં કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. મુંબઈમાં આ કામગીરી માટુંગા અને પરેલના વર્કશોપ્સ તથા વાડી બંદર અને એલટીટી ડિપો ખાતે હાથ ધરાશે. તે પૈકીના ૫૦ ટકા કરતાં વધુ કોચને માટુંગા અને પરેલ ખાતે આઇસોલેશન વૉર્ડ્ઝમાં પરિવર્તિત કરાશે અને બાકીનાને સીઆરના કોચિંગ ડિપોમાં પરિવર્તિત કરાશે. માટુંગા વર્કશોપ ખાતે કામગીરી શરૂ કરી દેવાઈ છે.’

mumbai mumbai news central railway indian railways western railway rajendra aklekar coronavirus covid19