મુંબઈ: પ્રવાસીઓના ધસારાને ટાળવા રેલવેએ સ્ટાફ માટેની ટ્રેનો પણ રદ કરી

24 March, 2020 09:00 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ: પ્રવાસીઓના ધસારાને ટાળવા રેલવેએ સ્ટાફ માટેની ટ્રેનો પણ રદ કરી

ફાઈલ ફોટો

જુદાં-જુદાં સ્ટેશનોએ ઇન્ટર્નલ મેઇન્ટેનન્સ ડ્યુટી પરના રેલવે-સ્ટાફની ફેરી કરી રહેલા મેઇન્ટેનન્સ ટાવર રેલ વૅગન્સમાં વિશાળ સંખ્યામાં લોકો ધસી આવતાં સેન્ટ્રલ રેલવેએ સોમવારે જણાવ્યું હતું કે આ ધસારાને કારણે તેમણે આ ટ્રેનોની ગતિવિધિ પણ મોકૂફ કરી દીધી છે.

જ્યારે ઇમર્જન્સી ટાવર વૅન સવારે ટિટવાલા સ્ટેશને પહોંચી ત્યારે સંખ્યાબંધ પ્રવાસીઓ સ્ટેશન પર ધસી આવ્યા હતા અને એમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. અન્ય ઘણા લોકો ફક્ત સેલ્ફી લેવા માટે ઊભા રહી ગયા હતા અને ઘણા લોકો મહત્ત્વપૂર્ણ કામદારો તરીકેનાં તેમનાં આઇડી કાર્ડ્સ દર્શાવવા માટે ડ્રાઇવરની કૅબિનમાં ધસી ગયા હતા એમ એક સાક્ષીએ જણાવ્યું હતું.

કલ્યાણમાં ટાવર વૅગનમાં તો સોશ્યલ ડિસ્ટન્સિંગને કોરાણે મૂકીને પ્રવાસીઓ ચડી ગયા હતા. ત્યાર બાદ રેલવેએ ટ્રેન રદ કરી દીધી હતી.

સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘અમે લોકોને સલામત અંતર જાળવવામાં અમને મદદરૂપ થવાની અપીલ કરીએ છીએ. અમે આ પ્રકારની ઇમર્જન્સી વાહન ડેપો ગતિવિધિઓ બંધ કરી દીધી છે.’

આ તરફ સવારે સ્ટેશનો પર પ્રવાસીઓનાં ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને તેઓ પોલીસને સ્ટેશનમાં પ્રવેશવા દેવા વિનવણી કરતા હતા, પરંતુ ટ્રેનો રદ થઈ હોવાનું જાણ્યા બાદ લોકો પાછા ફર્યા હતા.

પટનાથી આવેલી છેલ્લી ટ્રેન ગઈ કાલે સવારે એલટીટી પહોંચી હતી અને એના એક પ્રવાસીને મૉરિશિયસ પહોંચવાનું હતું. તે મુંબઈ ઍરપોર્ટ પરથી ફ્લાઇટ પકડવાનો હતો.

એક પ્રવાસીએ ઍરપોર્ટ પહોંચવાનું હતું. અમે તેનો પાસપોર્ટ અને અન્ય ચીજો તપાસી અને બધું બરાબર જણાયું ત્યાર પછી અમે એલટીટી નજીક હોટેલ માટે તપાસ કરી, પરંતુ એ શક્ય ન જણાતાં અમે ઍરપોર્ટ પર ફોન કર્યો. ત્યાં અધિકારીઓએ તેને ત્યાં મોકલવા જણાવ્યું એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે તે વ્યક્તિને આ પ્રકારના પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા હોય એવી ઍરપોર્ટ સુવિધા ખાતે મોકલી દીધો હતો.

coronavirus covid19 mumbai mumbai news rajendra aklekar