મુંબઈ: શહેરમાં 7000 કોરોના વૉરિયર્સ કોવિડના દર્દી

24 July, 2020 07:03 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ: શહેરમાં 7000 કોરોના વૉરિયર્સ કોવિડના દર્દી

ગઈ કાલે નવી મુંબઈના સિડકો અર્બન હેલ્થ સેન્ટરમાં પોલીસ-કર્મચારીની ઍન્ટિજન ટેસ્ટ લેતા ડૉક્ટર્સ. તસવીર : પી.ટી.આઇ.

એક તરફ જ્યારે મુંબઈમાં કોરોનાપીડિતોની સંખ્યા દિવસે-દિવસે ઓછી થઈ રહી છે ત્યારે મુંબઈના કોરોના-યોદ્ધાઓ કોરોના વાઇરસની ચપેટમાં આવી રહ્યા છે અને એમાં હાલમાં મહાનગરપાલિકા અને બેસ્ટના કર્મચારીઓ તથા મુંબઈ પોલીસના કુલ ૭૦૦૦થી વધુ કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે અને એમાંના ૨૦૦ કરતાં વધુ લોકોનાં મુત્યુ થયાં છે.

મુંબઈના કોરોના-વૉરિયર્સ એટલે કે મહાનગરપાલિકાના અધિકારીઓ, બેસ્ટના કર્મચારીઓ અને મુંબઈ પોલીસનો એમાં સમાવેશ છે. લૉકડાઉન બાદ પણ આ ત્રણ સર્વિસ મુંબઈમાં બંધ કરવામાં નહોતી આવી એને કારણે આ ત્રણેય સર્વિસના ૭૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ કોરોના-સંક્રમિત થયા છે. જોકે આમાં શહીદ થયેલા અધિકારીઓના પરિવારજનોને સરકારી નોકરી સાથે સારું મહેનતાણું સરકાર આપશે.

મુંબઈ મહાનગરપાલિકાના ૨૬૮૬ કર્મચારીઓ કોરોના-સંક્રમિત થયા છે, જેમાંથી ૧૦૮ લોકોનાં મૃત્યુ થયાં છે. મુંબઈ પોલીસના ૩૫૨૦ કર્મચારી કોરોના-સંક્રમિત થયા છે, જેમાંના ૫૨ લોકોનાં મૃત્યુ થયાં છે. બેસ્ટના ૧૨૦૦ કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા જેમાંથી ૨૨ જણનાં મૃત્યુ થયાં છે. મહારાષ્ટ્રના ૪૭૦ પ્રાઇવેટ ડૉક્ટરો પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે, જેમાંના ૩૨ ડૉક્ટટરોનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે.

કોરોના વૉરિયર્સની ચકાસણી

મુંબઈ શહેર તેમ જ આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસોને અંકુશમાં લાવવામાં થોડે અંશે સફળતા મળી છે. પ્રથમ પંક્તિના કોરોના વૉરિયર્સ કહેવાતા રાજ્યના કુલ ૩૫૨૦ પોલીસ પણ કોરોનાથી સંક્રમિત થયા છે એટલું જ નહીં, બાવન કર્મચારીઓનાં મૃત્યુ પણ થયાં છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown