મુલુંડમાં પાંચ હજાર બેડની હૉસ્પિટલ બાંધશે મુંબઈ મહાનગરપાલિકા

22 July, 2020 07:01 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુલુંડમાં પાંચ હજાર બેડની હૉસ્પિટલ બાંધશે મુંબઈ મહાનગરપાલિકા

પ્રતીકાત્મક તસવીર

ચેપી રોગોની સારવાર માટે મુલુંડમાં ૪૦ અબજ રૂપિયાના ખર્ચે પાંચ હજાર બેડની હૉસ્પિટલ બાંધવાની યોજના મુંબઈ મહાનગરપાલિકા ઘડી રહી છે. પાલિકાના આગામી બજેટમાં ઉપરોક્ત નવી હૉસ્પિટલ માટે રકમની ફાળવણી કરવામાં આવશે. હૉસ્પિટલના પ્રકલ્પના ખર્ચને પહોંચી વળવા માટે જરૂર પડશે તો રાજ્ય સરકાર પણ ભંડોળ આપશે.

કોરોના રોગચાળામાં મહાનગરપાલિકાઓ, નગર પરિષદો, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનાં તંત્રોના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કસોટી થઈ છે. મુંબઈમાં ગયા માર્ચ મહિનામાં કોરોના ઇન્ફેક્શનનો પહેલો દરદી મળ્યો ત્યારે શહેરમાં ચેપી રોગોની સારવાર માટે ફક્ત કસ્તુરબા હૉસ્પિટલ હતી, પરંતુ ત્યાર પછી નવા રોગચાળાના દરદીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધવા માંડી હતી. દરમ્યાન ચોમાસું નજીક આવતાં ડેન્ગી, મલેરિયા અને લેપ્ટોસ્પાઇરોસિસ જેવા ચેપી રોગોના કેસિસ પણ આવવાની શક્યતા મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યના પ્રધાન મંડળમાં પણ ચર્ચાઈ હતી. એ ચર્ચામાં વ્યાપક પ્રમાણમાં દરદીઓને સમાવવાની ક્ષમતા અને સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલની જરૂરિયાત જણાઈ હતી. એથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ચેપી રોગોની સારવાર માટે મોટી હૉસ્પિટલની યોજના ઘડવાની તૈયારી શરૂ કરી હતી.

mumbai mumbai news mulund coronavirus covid19 lockdown