બેસ્ટના કુલ 208 કર્મચારીઓને કોરોના પૉઝિટિવ આવતા ફફડાટ

26 May, 2020 07:31 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

બેસ્ટના કુલ 208 કર્મચારીઓને કોરોના પૉઝિટિવ આવતા ફફડાટ

મરોલ ડેપો પર બેસ્ટના કર્મચારીઓ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોની પરવા ન કરતાં એકઠા થયેલા જોવા મળ્યા હતા.

બેસ્ટ ઉપક્રમમાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા ૨૦૮ પર પહોંચી છે જેમાંથી ૧૦૪ સારવાર બાદ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. આ બાબતને સમર્થન આપતાં બેસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રવિવારે વધુ ૧૦ પેશન્ટ્સ કોરોના પૉઝિટિવ જાહેર થયા છે. જોકે પેશન્ટ્સમાં રિકવરીનું પ્રમાણ પણ ઊંચું હોવાનું તેમણે જણાવ્યું હતું.

કુલ ૨૦૮માંથી ૧૦૪ પેશન્ટ્સ સાજા થઈ ગયા છે જે સકારાત્મક રીતે વૃદ્ધિ સૂચવે છે એમ બેસ્ટના મેડિકલ ઑફિસરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. લોકલ ટ્રેન-સેવા બંધ હોવાથી જીવનાવશ્યક સેવાઓના સ્ટાફના પ્રવાસ માટે બેસ્ટની સેવાઓ ચાલુ છે અને બેસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ તેના કોરોનાગ્રસ્ત કર્મચારીઓમાંથી ૭૦ ટકા ટ્રાન્સપોર્ટ સેક્શનના છે.

સોશ્યલ ડિસ્ટન્સિંગ વિશે કોઈ ગંભીરતા ન હોવાથી પરિવહન વિભાગમાં કેસોમાં વધારો નોંધાયો છે એમ જણાવતાં બેસ્ટ કામગાર સંગઠનના મહામંત્રી જગ્નનારાન કહારે જણાવ્યું હતું કે સારાં અને સકારાત્મક પરિણામો બતાવવા માટે બેસ્ટે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે.

બેસ્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ડૉક્ટરો બેસ્ટના ડ્રાઇવરો અને કન્ડકટરોને વાઇરસથી પોતાની જાતને બચાવવા માટેની રીતો વિશે તાલીમ આપવા માટે દરેક બસ ડેપોની મુલાકાત લેતા હોય છે. જ્યારે રેલ-સેવા બંધ હોય ત્યારે બેસ્ટ ઉપક્રમ શહેરમાં જરૂરી કામદારોના પરિવહનને જીવંત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

mumbai mumbai news rajendra aklekar coronavirus covid19 lockdown