મુંબઈ : એમએમઆરમાં એક્ટિવ કેસમાં નોંધાયો ઘટાડો

01 August, 2020 07:20 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : એમએમઆરમાં એક્ટિવ કેસમાં નોંધાયો ઘટાડો

રેપિડ એન્ટિજન ટેસ્ટ દ્વારા કોરોનાની તપાસ કરાવતા થાણેના રહેવાસીઓ. તસવીર : સમીર માર્કન્ડે.

કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા હજી પણ મુંબઈ કરતાં વધારે હોવા છતાં એમએમઆર (મુંબઈ મેટ્રોપોલિટન રિજન)માં સક્રિય કોવિડ-19 કેસ ઘટવાની શરૂઆત થઈ છે. ૨૯ જુલાઈ સુધી આ વિસ્તારમાં કુલ ૩૮,૬૫૮ સક્રિય કેસ હતા, જ્યારે મુંબઈમાં સક્રિય કેસની સંખ્યા ૧૯,૯૯૦ હતી.

રિકવર રેટ વધીને ૬૦ ટકા સુધી પહોંચતા આ વિસ્તારમાં રોગચાળો ઓછો કરવા વિશે વિશ્વાસ વધ્યો છે. સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી સંબંધિત વિસ્તારના અનલૉકિંગ વિશે વિચારણા કરવામાં આવશે.

મુંબઈ સિવાય એમએમઆરમાં કોવિડ-19 કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. એમએમઆરમાં થાણે જિલ્લો, થાણે શહેર, કલ્યાણ-ડોમ્બિવલી, નવી મુંબઈ, ઉલ્હાસનગર, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાઈંદર, પાલઘર અને વસઈ-વિરારનો સમાવેશ થાય છે.

ગયા મહિનામાં મુંબઈમાં ૩૩ ટકા સામે એમએમઆરના કેસોમાં અઢીગણો વધારો થયો હતો. આ જ સમયગાળામાં કોવિડ-19ના ચેપથી થતાં મૃત્યુની સંખ્યામાં પણ ત્રણગણો વધારો નોંધાયો હતો.

છેલ્લા એક અઠવાડિયાથી સિલ્વર લાઇનિંગમાં કેસની સંખ્યા સ્થિર હોવાનું જણાઈ રહ્યું છે. ૧૧ જુલાઈના રોજ કુલ ૩૫,૨૧૫ સક્રિય કેસ હતા, જે ૨૧ જુલાઈએ વધીને ૪૩,૪૩૫ થઈ ગયા હતા. ત્યારબાદ આ સંખ્યામાં ઘટાડો નોંધાવાનું શરૂ થયું. ૨૮ જુલાઈના નોંધાયેલા ૪૦,૧૬૬ સક્રિય કેસમાંથી બીજા દિવસે કેસની સંખ્યા ઘટીને ૩૮,૫૬૮ થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય કેસની સંખ્યામાં વૃદ્ધિ થવી બંધ થઈ છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown prajakta kasale brihanmumbai municipal corporation