બાન્દ્રા ટર્મિનસે ફરી એકવાર ભેગા થયા મજૂરોના ટોળે ટોળા!

19 May, 2020 05:00 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

બાન્દ્રા ટર્મિનસે ફરી એકવાર ભેગા થયા મજૂરોના ટોળે ટોળા!

બાંદ્રા સ્ટેશને ભેગા થયેલા મજૂરો (તસવીર: સુરેશ કારકેરા)

આજે સવારે બાન્દ્રા સ્ટેશનથી બિહાર જવા માટે વિશેષ શ્રમિક ટ્રેન રવાના થવાના સમાચાર મળતા જ બાન્દ્રા ટર્મિનસની બહાર જોતજોતામાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો એકઠા થયા હતા. પશ્ચિમ રેલવેના સુત્રોએ આપેલી માહિતિ મુજબ, બાન્દ્રા ટર્મિનસ પાસે લગભગ 2,000 કરતા વધુ લોકો ભેગા થયા હતા. પરંતુ તેમાંથી ફક્ત 1,700 પ્રવાસીઓએ જ નોંધણી કરાવી હોવાથી તેઓને પ્રવાસની પરવાનગી આપવામાં આવી હતી.

સુત્રોએ આપેલી માહિતિ મુજબ, બાન્દ્રા સ્ટેશન પાસે સવારે 9 વાગ્યાથી પ્રવાસી શ્રમિકોની આવવાની શરૂઆત થઈ ગઈ હતી. જોતજોતામાં તો થોડાક કલાકમાં 4,000થી 5,000 મજૂરો સ્ટેશન પાસે ભેગા થઈ ગયા હતા. મજુરોનું કહેવું હતું કે, તેમને સમાચાર મળ્યાં છે કે તેમના ગામ જતી ટ્રેન અહીંથી રવાના થવાની છે. એટલે જ તેઓ સ્ટેશન પર ભેગા થયા હતા.

(તસવીર: શાદાબ ખાન)

સ્ટેશન પાસે ભેગા થયેલા ટોળાને ખસેડવા માટે પોલીસ આવી પહોચી હતી અને બાન્દ્રા ટર્મિનસ તેમજ રેલવે સ્ટેશન પર બેરિકેડ્સ લગાડયા હતા. પોતાના ગામ પાછા જવા માટે મુંબઈમાં રેલવે સ્ટેશન પર હજારો લોકો ભેગા થયા હોય તેવો આ કંઈ પહેલો બનાવ નથી. આ પહેલા એપ્રિલ મહિનામાં પણ બાન્દ્રા સ્ટેશને હજારો પ્રવાસી મજૂરો ભેગા થયા હોવાનો બનાવ બન્યો હતો.

coronavirus covid19 indian railways mumbai bandra