મળો, આપણા ફ્રન્ટલાઇન વૉરિયર્સનાં વાહનો સૅનિટાઇઝ કરનાર મેકૅનિકને

28 April, 2020 10:32 AM IST  |  Mumbai | Shirish Vaktania

મળો, આપણા ફ્રન્ટલાઇન વૉરિયર્સનાં વાહનો સૅનિટાઇઝ કરનાર મેકૅનિકને

વિજય કુમાર બબન્ના રાજપ્પા વાહન પર એફડીએ દ્વારા માન્ય સૅનિટાઇઝરનો જ છંટકાવ કરે છે

છેલ્લા ૧૦ દિવસ કરતાં પણ વધુ દિવસોથી ૩૯ વર્ષનો એક મેકૅનિક પોલીસ અને બીએમસીનાં વાહનો સૅનિટાઇઝ કરવા માટે રોજ વિરારસ્થિત તેના ઘરેથી મુંબઈની સફર ખેડે છે. વિજય કુમાર બબન્ના રાજપ્પા પ્રભાદેવી ખાતે સિદ્ધિવિનાયક મંદિરની સામે એક નાનું ગૅરેજ ચલાવે છે. ગૅરેજ લૉકડાઉનને કારણે બંધ છે, પરંતુ કોવિડ-19 સામે લડત આપી રહેલા આપણા ફ્રન્ટલાઇન વૉરિયર્સ માટે કશુંક કરવાની ખેવના ધરાવતા વિજય કુમાર વિનામૂલ્યે તેમને સેવા પૂરી પાડે છે. અત્યાર સુધીમાં તેમણે ૧૫૦ કરતાં વધુ વાહનો સૅનિટાઇઝ કર્યાં છે.

રાજપ્પાએ શિવાજી પાર્ક, માહિમ, દાદર, વિરાર અને અર્નાલા ખાતેનાં પોલીસ સ્ટેશનોનાં તમામ વાહનો સૅનિટાઇઝ કર્યાં છે. ઘણાં પોલીસ સ્ટેશનોએ તેમને તેમના આ કાર્યને બિરદાવતો પ્રશંસા પત્ર આપ્યો છે. દાદર પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર સુનયના નાટેએ જણાવ્યું હતું કે ‘અમે રાજપ્પાને મોબાઇલ-વૅન, કાર, બિટ માર્શલ્સ બાઇક વગેરે જેવાં અમારાં વાહનોને સૅનિટાઇઝ કરીને અમને મદદ કરવા બદલ અમે પ્રશંસા પત્ર આપ્યો છે. તેમના આ કાર્યથી વાઇરસ સામે અમારું રક્ષણ થાય છે.’

રાજપ્પાના જણાવ્યા પ્રમાણે ‘પોલીસ-કર્મચારીઓએ રોજ આરોપીઓ સહિત અનેક લોકો સાથે કામ પાર પાડવાનું હોય છે અને આરોપીઓને પોલીસ સ્ટેશન કે અદાલતમાં લઈ જવાના હોય છે. વર્તમાન સમયને જોતાં આરોપીઓ કોવિડ-19 પૉઝિટિવ પણ હોઈ શકે છે. આરોપીઓ વાહનની અંદરના ઘણા ભાગોને સ્પર્શ્યા હોય છે. આથી મેં તેમનાં વાહનો સાફ કરીને તમામ પોલીસ-કર્મચારીઓને જોખમથી બચાવવાનો નિર્ણય કર્યો. હું બિટ માર્શલ્સનાં બાઇક પણ સાફ કરું છું. જો તેમનાં વાહનો સલામત હશે તો તેઓ સલામત રહેશે.’

shirish vaktania mumbai coronavirus covid19 mumbai news