રાજ્યમાં કોરોનાનો આંકડો 20,000ને પાર કુલ 779 મૃત્યુ નોંધાયાં

10 May, 2020 10:24 AM IST  |  Mumbai | Agencies

રાજ્યમાં કોરોનાનો આંકડો 20,000ને પાર કુલ 779 મૃત્યુ નોંધાયાં

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં એમાંય વિશેષ કરીને મુંબઈમાં કોરોના વાઇરસ સંક્રમિત પેશન્ટ્સનો આંકડો સૌથી ઊંચો છે. રોજેરોજ કોરોના વાઇરસ સંક્રમિત પેશન્ટ્સની સંખ્યા વધતી જ જાય છે.

તાજેતરની વાત જોઈએ તો ગઈ કાલે રાજ્યમાં ૧૧૬૫ નવા કોરોના સંક્રમિત પેશન્ટ્સ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત પેશન્ટ્સનો આંકડો ૨૦,૨૨૮ પર પહોંચ્યો છે તેમ જ વધુ ૪૮ પેશન્ટ્સનાં મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને ૭૭૯ પર પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

કોરોના સામે લડવા મુંબઈના પાડ્યા ૭ ઝોન, દરેક પર આઇએએસ અધિકારી રાખશે દેખરેખ

મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં કોરોના વાઇરસના ઇન્ફેક્શનના કેસનો વૃદ્ધિ-દર ઘટાડવાની જવાબદારી પાલિકા તંત્રના સાત અધિકારીઓને સોંપી છે. ૧૭ મે સુધીમાં કોરોના પૉઝિટિવ કેસના ડબલ રેટિંગનો દર દસ દિવસથી લંબાવીને ૨૦ દિવસ કરવાની કામગીરી પાલિકાના સાત એડિશનલ કમિશનર્સને સોંપી છે. મહારાષ્ટ્રના ૧૯,૦૬૩ કેસમાંથી ૧૨,૧૪૨ કેસ મુંબઈમાં નોંધાયા છે. કોરોના કેસનો અત્યાર સુધીનો મરણાંક રાજ્યમાં ૭૩૧ અને શહેરમાં ૪૬૨ છે. એ સાત અધિકારીઓને પૉઝિટિવ કેસના મેપિંગ, પૉઝિટિવ દરદીઓના સંસર્ગમાં આવેલા લોકોનો સંપર્ક સાધવો, કન્ટેનમેન્ટ ઝોન્સમાં નિયમોનું સખતાઈથી પાલન, દરેક ઘરમાં પહોંચીને સર્વેક્ષણ હાથ ધરવું, અન્ય બીમારીઓ ધરાવતા વૃદ્ધોને અલગ તારવવા તેમ જ ફીવર ક્લિનિક્સની સ્થાપનાનાં કાર્યો સોંપવામાં આવ્યાં છે. તે ઉપરાંત પ્રાઇવેટ નર્સિંગ હોમ્સ, ક્લિનિક્સ અને હૉસ્પિટલ્સમાં કોરોનાની સારવારની જોગવાઈ તેમ જ ઇન્ફેક્શનનાં લક્ષણો ધરાવતા દરદીઓનું ટેસ્ટિંગ કરાવવાની જવાબદારી એ સાત અધિકારીઓ સંભાળશે.

mumbai mumbai news covid19 coronavirus