કોરોના વાઈરસનો આતંક: મુમ્બ્રામાં આજથી સંપૂર્ણ લૉકડાઉન

27 May, 2020 08:02 AM IST  |  Thane | Agencies

કોરોના વાઈરસનો આતંક: મુમ્બ્રામાં આજથી સંપૂર્ણ લૉકડાઉન

પ્રતીકાત્મક તસવીર

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરમાં કોવિડ-19ના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંગળવારની મધરાતથી મુમ્બ્રા વિસ્તારમાં સંપૂર્ણ લૉકડાઉનનો આદેશ આપ્યો છે.

મુમ્બ્રામાં સવારે ૭થી ૯ વાગ્યા સુધીના બે કલાક દરમ્યાન માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે, જ્યારે શાકભાજી અને કરિયાણા સહિતની અન્ય દુકાનો આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે એમ મ્યુનિસિપલ કમિશનર વિજય સિંઘલે જણાવ્યું હતું.

સોમવાર રાત સુધીમાં થાણે શહેરમાં કોવિડના ૨૧૭૨ કેસ નોંધાયા હતા જેમાંથી ૨૮૮ કેસ મુમ્બ્રા વિસ્તારના હતા. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા ચેતવણીઓ અને આદેશો આપવા છતાં લોકો લૉકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નથી કરી રહ્યા અને જાહેર સ્થળોએ એકઠા થઈ રહ્યા છે એમ એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આથી કૉર્પોરેશન દ્વારા મુમ્બ્રા વિસ્તારમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એમ યાદીમાં જણાવાયું હતું. દરમિયાન થાણે જિલ્લામાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (કેડીએમસી)એ આ વિસ્તારની હાઉસિંગ સોસાયટીઓના ઑફિસ-બેરર્સને લૉકડાઉનના આદેશોનો ચુસ્ત અમલ કરવાની તાકીદ કરી છે.

mumbai mumbai news lockdown coronavirus covid19 mumbra thane