મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવવાની શક્યતા, આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત

04 April, 2020 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવવાની શક્યતા, આરોગ્ય પ્રધાને આપ્યા સંકેત

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેની ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં સતત વધારો થઈ રહ્યોં છે. અત્યાર સુધી રાજ્યમાં 537 કેસ નોંધાયા છે અને 26 લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસના ફેલાવાના 67માં દિવસે નોંધાયેલા કેસમાંથી 80 ટકા એટલે 53 કેસ મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાંથી નોંધાયા હતા. તેમાંથી 43 કેસ તો મુંબઈ શહેરમાંથી જ હતા. આ આંકડાઓ સતત વધતા જતા હોવાથી સંપુર્ણ દેશમાં જાહેર કરાયેલા 21 દિવસના લૉકડાઉન બાદ પણ મહારાષ્ટ્ર રાજ્યનું લૉકડાઉન લંબાઈ શકે તેવા સંકેત આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આપ્યા છે. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પોતે ઈચ્છે કે મહારાષ્ટ્રની સુરક્ષા માટે આ લૉકડાઉન લંબાય. પરંતુ સરકારે હજી આ બાબતે કોઈ નિર્ણય લીધો નથી.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ સ્પષ્ટ કર્યું હતું કે, લૉકડાઉન લંબાવવાની તેમની સ્વતંત્ર ઈચ્છા છે. સરકારે આ બાબતે કોઈ જાહેરાત કરી નથી. મહારાષ્ટરમાં કોરોનાના આંકડા સતત વધતા જ જાય છે.

coronavirus covid19 mumbai mumbai news