લૉકડાઉન 4.0: શું બંધ રહેશે અને કઈ છૂટછાટ અપાઈ છે?

18 May, 2020 12:34 PM IST  |  Mumbai | Mumbai Correspondent

લૉકડાઉન 4.0: શું બંધ રહેશે અને કઈ છૂટછાટ અપાઈ છે?

લૉકડાઉન ફાઈલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્ટ આપી હતી એ નવાં રૂપરંગ સાથેનું આજથી ૩૧ મે સુધીનું લૉકડાઉન 4.0 દેશભરમાં અમલમા મુકાયું છે ત્યારે જાણી લઈએ શું બંધ છે અને કઈ છૂટછાટ અપાઈ છે?

કઈ છૂટછાટો?

- રાજ્યો વચ્ચે સહમતી સાથે પૅસેન્જર વાહન અને બસ-સર્વિસ શરૂ કરી શકાશે
- રાજ્ય સરકાર રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોન નક્કી કરશે
- કન્ટેઇનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરિયાતની સર્વિસ ચાલુ રાખવાની મંજૂરી 
- ફૂડ-ડિલિવરી ખૂલશે
- પાન-મસાલાના ગલ્લા ખૂલશે
- કન્ટેઇનમેન્ટ ઝોન અને મૉલની બહારની દુકાનો ખૂલશે
- દર્શકો વિનાના સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ, સ્ટેડિયમ ખૂલશે
- ઇ-કૉમર્સ કંપનીઓ રેડ ઝોનમાં બધું સપ્લાય કરી શકશે
- સરકારી ઑફિસો અને કેન્ટિનો ખૂલશે

શું બંધ?

- મેડિકલ સર્વિસ સિવાયની દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ
- મેટ્રો ટ્રેન સર્વિસ
- સ્કૂલ-કૉલેજ
- હોટેલ, રેસ્ટોરાં, સિનેમા હૉલ, શૉપિંગ મૉલ, જિમ, સ્વિમિંગ-પૂલ, ઑડિટોરિયમ
- દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો
- ધાર્મિક સ્થળો બંધ રહેશે.
- સાંજે ૭થી સવારે ૭ વાગ્યા સુધી બહાર નીકળવા પરનો પ્રતિબંધ યથાવત્

coronavirus covid19 lockdown mumbai mumbai news