Coronavirus: હોટેલે પ્રવાસીને સેલ્ફ ક્વોરેન્ટાઇન માટે રૂમ ન આપ્યો

26 March, 2020 07:25 PM IST  |  Mumbai | Faizan Khan

Coronavirus: હોટેલે પ્રવાસીને સેલ્ફ ક્વોરેન્ટાઇન માટે રૂમ ન આપ્યો

મહારાષ્ટ્ર રાજ્ય સરકાર કોરોનાવાઇરસ સામે લડત આપવા માટે કેવી રીતે અને કયા પગલાં લઇ રહી છે તે અંગે અસ્પષ્ટતા હોઇ શકે છે ત્યારે એવા પ્રવાસીઓ જે સેલ્ફ ક્વોરેન્ટાઇન કરવા માટે હોટેલ્સમાં ચાલ્યા ગયા હતા તેમને ત્યાં રૂમ મેળવવામાં ભારે સમસ્યા થઇ રહી છે. સત્તાધિશોએ કરેલી જાહેરાત અનુસાર સેલ્ફ ક્વોરેન્ટાઇન કરવા માગતા મુસાફરોને હોટેલ્સનાં રૂમ મળશે અને તે પણ અડધી કિંમતે છતાં પણ તે નથી થઇ રહ્યું.

44 વર્ષના સમીર નેરુકર સિંગાપોરથી 21મી માર્ચે દિલ્હી આવ્યા અને પછી મુંબઇ પહોંચ્યા તથા નજીકની હોટલમાં સેલ્ફ ક્વોરેન્ટાઇન કરવાના આશયથી ગયા. જો કે તેમણે જ્યારે સરકારે જેની સાથે ટાઇઅપ કર્યું છે તેવી હોટલ્સનો સંપર્ક કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે 15 એપ્રિલ સુધી બધું જ બંધ છે. આ અંગે તેમણે લાગતાવળગતા સરકારી તંત્ર અને વહીવટ સુધી વાત પહોંચાડી પણ તેમને કોઇ પણ જવાબ નથી મળ્યો. તેમણે મિડ-ડેને જણાવ્યું કે,“એરપોર્ટની બહાર મને ડૉક્ટર્સની એક ટીમે ચકાસ્યો અને પછી મને સેલ્ફ ક્વોરેન્ટાઇન કરવાની સલાહ આપી, તેમણે મારા હાથ પર સ્ટેમ્પ પણ મારી. મને ખબર હતી કે કેટલીક હોટલ્સ જેની સાથે BMCએ ટાઇઅપ કર્યું છે તે સેલ્ફ ક્વોરેન્ટાઇનની સવલતો અડધી કિંમતે આપી રહી છે પણ મેં જ્યારે ત્યાં સંપર્ક કર્યો ત્યારે મને જે જવાબ મળ્યો તેનાથી મને બહુ આઘાત લાગ્યો. સરકારે આ અંગે સ્પષ્ટ વિધાન કર્યું હોવા છતાં પણ આ હોટેલ્સે મને સાફ નાપાડી દીધી. ITC મરાઠાએ મને કહ્યું કે આ ખોટા સમાચાર છે અને તેઓ આવી કોઇ સવલત નથી આપતા.” તેમણે મિરાજ હોટેલનો સંપર્ક કર્યો તે ત્યાંથી જવાબ મળ્યો કે 15 એપ્રિલ સુધી બધું જ બંધ છે. તેમણે ઉમેર્યું કે, “જે ડબ્લ્યુ મેરિયોટ જેવી હોટેલ્સ પુરી કિંમતે રૂમ આપવા તૈયાર છે તો નિરાંત હોટેલે મને એરપોર્ટ પરથી અપાયેલા રિપોર્ટની નકલ ધરવા કહ્યું પણ મારી પાસે તો એવું કશું જ નહોતું. આ મામલે બહુ જ કન્ફ્યુઝન છે.” તે અંતે પોતાના ઘરે જ ગયા જે કરવાનું તે ટાળવા માગતા હતા જેથી પરિવારજનોને કોઇ જોખમ ખડું ન થાય. પરિવારમાં વડીલો તથા બાળકો પણ છે.

coronavirus covid19 mumbai news brihanmumbai municipal corporation