ઑનલાઇન આલ્કોહોલના નામે છેતરપિંડી : રહેવાસીએ ગુમાવ્યા 16,000 રૂપિયા

12 April, 2020 11:23 AM IST  |  Mumbai | Vishal Singh

ઑનલાઇન આલ્કોહોલના નામે છેતરપિંડી : રહેવાસીએ ગુમાવ્યા 16,000 રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

દેશવ્યાપી લૉકડાઉન દરમ્યાન કરિયાણા, દવાઓ અને દૂધની દુકાન સિવાયની તમામ દુકાનો બંધ છે. આવામાં આલ્કોહોલની દુકાનો બંધ રહેતા લોકો આલ્કોહોલ મેળવવા હવાતિયાં મારી રહ્યા છે. ઑનલાઇન ફ્રોડ કરનારાઓ માટે આ એક સોનેરી તક સમાન છે. વર્સોવાના એક રહેવાસીએ વેબ પરથી આલ્કોહોલ ખરીદવાની કોશિશ કરતાં તેની સાથે ૧૬,૦૦૦ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

વર્સોવાના રાહુલ રાજપાલને એક ફોન આવ્યો જેમાં ફોન કરનારે પોતે ઝુબેર વાઇન શૉપમાંથી બોલી રહ્યો હોવાનો દાવો કર્યો હતો. કૉલ કરનારે આલ્કોહોલની હોમ ડિલિવરી જોઈતી હોય તો ઑનલાઇન પૈસા ડિપોઝિટ કરવા કહ્યું. રાજપાલને મોબાઇલ પર એક લિન્ક મળી જેના પર ક્લિક કરીને તેણે આલ્કોહોલ માટે પૈસા ચૂકવતાં તેના ખાતામાંથી ૧૬,૦૦૦ ઉપડી ગયા. આલ્કોહોલની ડિલિવરીની રાહ જોયા બાદ તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતાં તેણે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સની સિંહ નામના દક્ષિણ મુંબઈના રહેવાસી સાથે પણ આ જ રીતે છેતરપિંડી કરવા ઑફર કરાઈ હતી પણ તેણે ના પાડી દીધી હતી.

મહારાષ્ટ્ર રાજ્યમાં લૉકડાઉન લાગુ કરાયું ત્યારથી પાંચ કરોડ રૂપિયાની કિંમતના આલ્કોહોલના ૨૧૨૩ કેસ નોંધાયા છે અને આ સંદર્ભે ૮૧૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

vishal singh mumbai mumbai news versova Crime News coronavirus covid19