Coronavirus Outbreak: ધારાવીમાં વધુ પાંચના ટેસ્ટ પોઝેટીવ

10 April, 2020 12:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: ધારાવીમાં વધુ પાંચના ટેસ્ટ પોઝેટીવ

ફાઈલ તસવીર

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી મરકઝ તબલીગી જમાતના કાર્યક્રમમાં જઈને આવેલા ધારાવીના બે જણ સહિત પાંચનો કોરોના વાયરસ (COVID-19)નો રીપોર્ટ પોઝેટિવ આવતા ધારાવીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 22 થઈ ગઈ છે.

પાલિકાના અધિકારીઓએ આપેલી માહિતિ મુજબ, આજે શુક્રવારે જે પાંચ જણના રીપોર્ટ પોઝેટિવ આવ્યા તેમાંથી બે મહિલા છે. 31 વર્ષીય મહિલા કલ્યાણવાડી વિસ્તારની રહેવાસી છે. જ્યારે 29 વર્ષીય મહિલા ડૉક્ટરની પત્ની છે અને પહેલા વૈભવ નગરમાં પણ તેનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. આજે જે પાંચ લોકોના ટેસ્ટ પોઝેટિવ આવ્યા તેમાંથી બે જણે દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી મરકઝ તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એક વ્યક્તિ ડૉક્ટર બલિગા નગરનો રહેવાસી હતો અને અન્ય એક પીએમજીપી કૉલોનીનો. બન્નેને રાજીવ ગાંધી સ્પોર્ટસ કૉમ્પલેક્સમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ધારાવીમાં કોરોનાના વિસ્ફોટની શક્યતા:તમામ સાડાસાત લાખ લોકોની ટેસ્ટ કરાશે

ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી છે અને અહીં અત્યાર સુધી 22 લોકો કોરોના સંક્રમતિ છે.

coronavirus covid19 mumbai mumbai news dharavi