Coronavirus Outbreak: ધારાવીના વ્યક્તિનું મૃત્યુ થતા વિસ્તાર પર ખતરો

02 April, 2020 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: ધારાવીના વ્યક્તિનું મૃત્યુ થતા વિસ્તાર પર ખતરો

ફાઈલ તસવીર

મુંબશ શહેરમાં સૌથી વધુ ગીચ વસ્તી અને ધરાવતી ધારાવી ઝૂપડપટ્ટીમાં બુધવારે કોરોના વાયરસ (COVID-19)મો દર્દી મળી આવતા આખા વિસ્તાર પર ખતરો મંડરાઈ રહ્યો છે. શ્વાસ લેવમાં તેને તકલીફ થતા 56 વર્ષીય વ્યક્તિને બુધવારે સાંજે સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને થોડાક જ સમયમાં તેનું મૃત્યુ થયું હતુ. મૃતક વ્યક્તિના આખા પરિવારને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે.

પાલિકાના અધિકારીએ આપેલી માહિતિ મુજબ, મૃતક દર્દી SRA ની બિલ્ડિંગમાં રહેતો હતો. આ બિલ્ડિંગમાં 300 ફ્લેટ અને 90 દુકાનો હતી જેને પોલીસે સીલ કરી દીધી છે. તેમજ આખા પરિવારને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. સાયન હૉસ્પિટલના સ્ટાફનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ દર્દીએ વિદેશમાં પ્રવાસ ન કર્યો હોવાનું પણ છતું થયું છે. તેમજ ધારાવીના વિસ્તારમાં જેને પણ શ્વસોશ્વસાની તકલીફ થતી હશે તે બધાના જ ટેસ્ટ કરવામાં આવશે.

ધારાવીમાં હજારોની સંખ્યામં ઝૂપડા છે. અહીં કોરોનાનો પોઝેટિવ દર્દી મચતા પ્રશાસન સહિત લોકોમાં વધુ ચિંતા ફેલાઈ છે. ગાઢ વસ્તી ધરાવતા વિસ્તારમાં દર્દી મળે તો ચેપ ફેલાવવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. એટલે જ પ્રશાસન કોરોનાના સંક્રમણને રોકવાના શક્ય તેટલા પ્રયત્નો કરવામા લાગી ગયું છે. આ વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વનું છે પરંતુ આ ગાઢ વસ્તીઓમાં તે શક્ય નથી થઈ રહ્યું. આવી ગાઢ વસ્તીઓમાંથી અત્યાર સુધીમાં કોરોનાના આઠ પોઝિટિવ કેસ થઈ ગયા છે.  

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના 338 કેસ નોંધાયા છે.

mumbai mumbai news dharavi sion coronavirus covid19