Coronavirus Outbreak: શાકભાજી ફળનાં ભાવ આસમાને પહોંચ્યા

24 March, 2020 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: શાકભાજી ફળનાં ભાવ આસમાને પહોંચ્યા

જથ્થો હોવા છતાં પહોંચાડવાની વ્યવસ્થા નથી

શાકભાજી, ફળો, મીટ તથા અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પુણા વાઈરસના લૉકડાઉન ને પગલે આસમાને પહોંચ્યા છે. વ્યાપારીઓ તેમનું કહેવું છે કે મોટો જથ્થો હોવા છતાં પણ લોકોને કારણે અને વાહન વ્યવહાર ઓછો હોવાથી વધુ સમસ્યા સર્જાઇ છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં આવેલા એક રિપોર્ટ અનુસાર સોમવારે દુકાનો બંધ થઇ જતા વાશી પાસેનાં એપીએમસી માર્કેટમાં ભારે અરાજકતાની સ્થિતી સર્જાઇ હતી. દુકાનો બંધ થવાને કારણે જથ્થો ખૂટ્યો હતો કારણકે હોલસેલર્સે માર્કેટ અઠવાડિક રજા બાદ એક દિવસ વાર્ષિક દિનની ઉજવણી માટે બંધ રાખ્યું હતું. એપીએમસી માર્કેટનાં ડાયરેક્ટર અશોક વાળુંજે રિપોર્ટમાં જણાવ્યું હતું કે ૨૫ માર્ચથી ૩૧મી માર્ચ સુધી આખું માર્કેટ બંધ રહેશે. શાકભાજીનું માર્કેટ મંગળવારે કામ કરશે પણ અમે અમારા જીવ જોખમમાં ન મૂકી શકીએ. દાડિયા કામદારો પણ પોતાના વતન જવા નિકળી ગયા છે.

પુરવઠાની કમીની કારણે શાકભાજીનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ઘાટકોપરમાં શાકભાજીનાં ભાવ ચાળિસ રૂપિયે અઢિસો પહોંચ્યા હતા અને લોખંડવાલામાં પ્રતિ કિલો ૧૦૦થી ૮૦ રૂપિયામાં શાક વેચાઇ રહ્યું હતું. એક ગ્રાહકે કહ્યું કે તેણે જ્યારે ફેરિયાને આ ભાવ અંગે આઘાત વ્યક્ત કર્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેમને ખરીદવું હોય તો ખરીદે કારણકે જલ્દી જ કોઇ પુરવઠો નહીં બચે. 

તિલક નગરનાં એક ગ્રાહકે કહ્યું કે ભિંડાના ભાવ બમણા થઇને પ્રતિ કિલો ૫૦-૬૦ રૂપિયે થી ૧૨૦ રૂપિયે કિલો સુધી પહોંચ્યા હતા અને હવે તો લિમડાના પત્તાં માટે પણ શાકભાજી વાળા પૈસા લઇ રહ્યા છે. થાણેનાં કાલવામાં સફરજનનો ભાવ ૨૦૦ રૂપિયે કિલો બોલાતો હતો જેને કારણે ગ્રાહકો ભાવ-તાલ કરતાં નજરે ચઢી રહ્યા હતા. શહેરના વિવિધ હિસ્સામાં મીટનીદૂકાનો બંધ હોવાને કારણે જે દુકાનો ખુલ્લી હતી ત્યાં ભાવ વધારે જ હતો. 

બેકરી શોપમાં પણ સ્ટોરેજનો પ્રશ્ન થઇ રહ્યો છે અને બેકિંગ માટે જરૂરી ચીજો ન મળતી હોવાથી સામગ્રી તૈયારમાં મુશ્કેલી પડે છે. માહિમનાં એક બેકરીનાં માલિકને એ રિપોર્ટમાં ક્વોટ કરાયો હતો જેણે કહ્યું કે અમે અમારા જેજે તથા કેઇએમનાં હૉસ્પિટલ ક્લાયન્ટ્સને અગવડ ન પડે તેની તકેદારી રાખી રહ્યા છીએ પણ તાજી બ્રેડ બનાવવા માટે અમને મેંદાનો પુરવઠો મળવામાં મુશ્કેલી થઇ રહી છે. 

coronavirus mumbai news vashi ghatkopar mahim