જાણી લો 21 દિવસના લૉકડાઉન દરમ્યાન શું ખુલ્લુ રહેશે અને શું નહીં

25 March, 2020 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જાણી લો 21 દિવસના લૉકડાઉન દરમ્યાન શું ખુલ્લુ રહેશે અને શું નહીં

પ્રતિકાત્મક તસવીર

મંગળવારે રાત્રે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આખા ભારત દેશમાં 21 દિવસ એટલે 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કર્યું છે. આ જાહેરાતને લીધે નાગરિકો ગભરાઈ ગયા છે અને અનાજ તેમજ દવાઓ સ્ટોક કરવા દુકાનો અને મેડિકલ ર્સ્ટોસમાં લાંબી લાંબી લાઈનો લગાડી દીધી હતી. એટલે ગૃહ મંત્રાલયે સુચી જાહેર કરી છે કે આ 21 દિવસના લૉકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાતની કઈ વસ્તુઓ ખુલ્લી રહેશે તે જણાવવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દુકાનો અને મેડિકલની બહાર ભેગા થઈને તમે કોરોના વાયરસ (COVID-19) ફેલાવવાનું વધુ રિસ્ક ઊભું કરો છો. ગભરાઈને બધુ ખરીદવાની જરૂર નથી. હું ખાતરી આપુ છું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કાળજી લેશે કે તમને જીવનજરૂરિયાતની બધી જ વસ્તુઓ મળી રહે.'

ગૃહ મંત્રાલયે જાહેર કરેલી સુચી:

શું બંધ રહેશે?

- ટ્રેન, હવાઈ મુસાફરી, રોડ માર્ચ બધા જ પરિવહનો બંધ રહેશે. મુંબઈમાં આવશ્યક સેવાઓ પુરી પાડતા લોકો માટે ફક્ત બેસ્ટની સેવા ચાલુ રહેશે અને પ્રવાસ પહેલા દરેક વ્યક્તિના આઈ કાર્ડ તપાસવામાં આવશે. બધી જ લાઈનમાં રેલવેની સેવા પણ બંધ કરવામાં આવી છે

- બધી જ સરકારી કચેરીઓ બંધ. મહારાષ્ટ્ર સરકારની ઑફિસો ફક્ત પાંચ ટકા કર્મચારીઓ સાથે કામ કરશે

- ખાનગી અને વ્યાપારી મથકો

- શૈક્ષણિક સંસ્થાઓ

- ઔદ્યોગિક સંસ્થાઓ

- બધા જ ધર્મસ્થળો, ફક્ત પુજારીઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે

- બધા જ સામાજીક, ધાર્મિક, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતના કાર્યક્રમો

શું ખુલ્લુ રહેશે?

- બેન્ક, ઈન્શ્યોરન્સ ઓફિસ, એટીએમ

- વીજળી, પાણી, સ્વચ્છતાની ઓફિસ

- પાલિકાની ઓફિસો પણ ફક્ત આવશ્યક સેવાઓ માટે જ જેમ કે સ્વચ્છતા કર્મચારીઓ

- રેશનની દુકાન, કરિયાણાની દુકાન, ફળ અને શાકભાજી, ડેરી અને દુધની દુકાન, માંસ અને માછલીની દુકાન, પશુઓનો ચારો વગેરેની દુકાનો ખુલ્લી રહેશે

- ઈન્ટરનેટ સેવા

- ઈ-કોર્મસ દ્વારા ખોરાક, ફાર્માસ્યુટિકલ, મેડિકલની ચીજ વસ્તુઓ સહિત જીવનજરૂરી વસ્તુઓની ડિલેવરી કરવામાં આવશે

- પેટ્રોલ પંપ

- શીત ઘર

- પરિવહન ફક્ત આવશ્યક વસ્તુઓ માટે જ

જીવનજરૂરી વસ્તુઓ મળતી હોવાથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.

coronavirus covid19 mumbai mumbai news narendra modi home ministry