મુંબઈ: કોરોનાના કેસ વધે છે અને કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટે છે

21 May, 2020 09:36 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ: કોરોનાના કેસ વધે છે અને કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ઘટે છે

ધારાવી કોલીવાડા

શહેરમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના ઇન્ફેક્શનના કેસની સંખ્યામાં સાડાચાર હજારનો વધારો થયો અને બીજી બાજુ ગીચ વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં ૪૩નો ઘટાડો થયો છે. મુંબઈ મહાનગરપાલિકાએ કન્ટેઇનમેન્ટ ઝોનનું સંકલન કરીને તમામ ઝૂંપડપટ્ટી વિસ્તારોને સીલ કરીને ઝોનની સંખ્યા ઘટાડી છે. ૧૪ મેએ કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૬૯૨ પરથી ઘટીને હવે ૬૪૯ પર પહોંચી છે. સીલ કરવામાં આવેલાં મકાનોની સંખ્યા ૫૦ ટકા વધીને ૧૯૧૦ પર પહોંચી છે.

દરદીઓની સંખ્યા વધતી જતી હોવાથી ગીચ વિસ્તારોમાં મૅનેજેબલ કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધે છે. ૯ મેએ કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૨૫૦૦ પર પહોંચ્યા પછી મુંબઈ મહાનગરપાલિકાએ સારી રીતે મૅનેજ કરી શકાય એ માટે જુદા-જુદા અનેક કન્ટેઇનમેન્ટ ઝોનને કમ્બાઇન કરવાનું અને આખેઆખી ઝૂંપડપટ્ટીઓ સીલ કરવાનું શરૂ કર્યું હતું. ૧૪ મેથી મહાનગરપાલિકાએ કન્ટેઇનમેન્ટ ઝોનને બે ભાગમાં વહેંચ્યા હતા. એક ગીચ વિસ્તારોના કન્ટેઇનમેન્ટ ઝોન્સ અને બીજો ભાગ સીલ કરવામાં આવેલાં મકાનોનો છે. ૧૪ મેએ કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૬૯૨ અને સીલ કરવામાં આવેલાં મકાનોની સંખ્યા ૧૨૭૧ હતી. ચાર દિવસમાં મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં ૪૫૭૩નો ઉમેરો થયો હતો.

prajakta kasale mumbai mumbai news coronavirus covid19 lockdown