મુંબઈ: લૉકડાઉન બાદ પનવેલમાં નવા કેસમાં 40 ટકાનો ઘટાડો

21 July, 2020 07:30 AM IST  |  Mumbai | Faizan Khan

મુંબઈ: લૉકડાઉન બાદ પનવેલમાં નવા કેસમાં 40 ટકાનો ઘટાડો

પનવેલમાં લૉકડાઉન

જુલાઈથી મહાનગરપાલિકા દ્વારા પનવેલમાં લાદવામાં આવેલા લૉકડાઉનથી કોવિડ-19 કેસમાં ૪૦ ટકાનો ઘટાડો કરવામાં મદદ મળી છે. અગાઉ રોજના ૧૯૦થી ૨૦૦ કેસ આવતા હતા જે ઘટીને છેલ્લા કેટલાક દિવસમાં ૧૦૦-૧૨૦ પર આવી ગયા છે.

પનવેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન (પીએમસી) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર મોટા ભાગના ચેપગ્રસ્ત લોકો કામ માટે પનવેલની બહાર જનારાઓ છે. ૮.૫ લાખથી વધુની વસ્તીવાળા પીએમસીમાં અત્યાર સુધીમાં ૫૦૦૦ કેસ અને શૂન્ય હૉટસ્પૉટ છે.

અમારી પાસે કોઈ એક સ્થળ કે બિલ્ડિંગ નથી જેને હૉટસ્પૉટ તરીકે જાહેર કરી શકાય. પીએમસી કમિશનર સુધાકર દેશમુખે જણાવ્યું હતું કે ‘દરેક બિલ્ડિંગમાંથી મહત્તમ ચારથી પાંચ કેસ નોંધાય છે અને એમાંથી મોટા ભાગના એક જ પરિવારના હોય છે. મતલબ કે કામ માટે બહાર નીકળનાર વ્યક્તિ જ વાઇરસનો મુખ્ય વાહક છે.’

એક ચેપગ્રસ્ત વ્યક્તિ માટે ૪૦ લોકોનું ટ્રૅસિંગ કર્યા બાદ પણ શહેરમાં કેસ વધી રહ્યા હતા. ૧૩ જુલાઈ સુધી જાહેર કરવામાં આવેલા લૉકડાઉનને ૨૪ જુલાઈ સુધી લંબાવાયું છતાં કેસમાં અચાનક વધારો થવાનું મુખ્ય કારણ રોજગાર માટે લોકોનું પનવેલથી બહાર જવાનું હતું.



પનવેલનો વિકાસ સિડકો દ્વારા કરવામાં આવ્યો હતો અને અહીં રહેતા મોટા ભાગના લોકો થાણે, મુંબઈ અને નજીકનાં અન્ય શહેરોમાં કામ માટે જાય છે. આથી જ તેઓ ચેપ લગાવી રહ્યા છે. બજારો બંધ થતાં અને લોકોની અવરજવર પ્રતિબંધિત ૧ મે ૨૦૨૦થી જીએસટી ૬ ટકા વધારવાથી ભાવ વધવાની સાથે મૅન્યુફૅક્ચરિંગ ઓછું હોવાથી ડિમાંડ સામે ઓછી સપ્લાયની પણ સમસ્યા સામે આવીથતાં આખરે આ કેસ ઓછા થયા, એમ સુધાકર દેશમુખે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ફી નથી ભરી? તો પાછા જાઓ સિનિયર કેજીમાં

પોલીસની સાથે પાલિકાએ માસ્ક ન પહેરવા બદલ ૧૦૦૦થી વધુ લોકોને ૧૦૦ રૂપિયાનો, સોશ્યલ ડિસ્ટન્સિંગ ન જાળવવા ૨૦૦ રૂપિયાનો અને લૉકડાઉનના નિયમોનો ભંગ કરનારા દુકાનમાલિકોને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારી ૧૭ દિવસમાં દંડપેટે પાંચ લાખ રૂપિયાથી વધુ રકમ વસૂલવામાં આવી છે.

panvel mumbai mumbai news lockdown coronavirus faizan khan covid19