કોરોનાની અસર: આજ રાતથી 31 માર્ચ સુધી મુંબઈની લોકલ ટ્રેનો બંધ

23 March, 2020 12:52 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

કોરોનાની અસર: આજ રાતથી 31 માર્ચ સુધી મુંબઈની લોકલ ટ્રેનો બંધ

'જનતા ક્ફર્યુ' સમયે ચર્ચગેટ રેલવે સ્ટેશનનો નજારો

ભારતીય રેલવેના ઈતિહાસમાં પહેલીવાર એવું થશે કે મુંબઈની લાઈફલાઈન લોકલ આઠ દિવસ માટે સદંતર બંધ રહેશે. આજે (રવિવાર) મધરાતથી 31 માર્ચ મધરાતે 12 વાગ્યા સુધી બંધ રહેશે. ફક્ત ગુડ્સ ટ્રેન જ દોડશે.

કોરોના વાયરસ (COVID-19) ની વધતી જતી અસરને અટકાવવા માટે ભારતીય રેલવેએ નક્કી કર્યું છે કે, પ્રિમિયમ ટ્રેન, મેલ/એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, પરાંની લોકલ ટ્રેનો, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરે 31 માર્ચ મધરાતે 12 વાગ્યા સુધી બંધ રહેશે. પરંતુ 22 માર્ચ રવિવાર મધરાત સુધી પરાંની લોકલ ટ્રેનો કોલકત્તા મેટ્રો રેલ ચાલુ રહેશે.

રેલવે બોર્ડે જાહેર કરેલા પરિપત્રકમાં આપેલી માહિતિ મુજબ, 22 માર્ચ સવારે 4 વાગ્યા પહેલા જે ટ્રેનો શરૂ થઈ છે તે નિયત સમયે તેના સ્થાને પહોચશે. જે પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યાં છે તેમના માટે પ્રવાસ દરમ્યાન અને સ્ટેશન પર પુરતી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ દેશના વિવિધ ભાગોમાં જીવનજરૂરી વસ્તુઓ પહોચાડી શકાય એટલે માલગાડીઓની અવરજવર ચાલુ રહેશે.

રેલવે બોર્ડે જાહેર કરેલું પરિપત્રક

પ્રવાસીઓની સુવિધા માટે અને તેમને નુકસાન ન જાય એટલે રદ થયેલી બધી જ ટ્રેનોનું રીફન્ડ 21 જુન સુધી લઈ શકાશે. ટ્રેનો રદ થવાને લીધે મુસાફરોને  જે અસર થઈ છે તેના માટે પુરતી વ્યવસ્થાઓ કરવામાં આવશે, એટલે તેમણે ચિંતિત થવાની જરૂર નથી.

coronavirus covid19 mumbai mumbai news indian railways mumbai local train