મુંબઈ: સલૂનમાં જતાં પહેલાં લો અપૉઇન્ટમેન્ટ

01 July, 2020 09:43 AM IST  |  Mumbai | Gaurav Sarkar, Ranjeet Jadhav

મુંબઈ: સલૂનમાં જતાં પહેલાં લો અપૉઇન્ટમેન્ટ

લેક્મે સલૂને કસ્ટમરોને ફોન પર અથવા ઍપ પર અપૉઇન્ટમેન્ટની સૂચના આપી છે.

૨૮ જૂનથી રીઓપન કરવાની પરવાનગી મળ્યા બાદ રાજ્યનાં સલૂન, સેલૉં અને બ્યુટીપાર્લર હવે વિવિધ માર્ગદર્શિકાઓને ધ્યાનમાં રાખીને હેરકટની સામાન્ય કામગીરી માટે સંપૂર્ણ સુધારણા તરફ નજર દોડાવી રહ્યાં છે.

સલૂનની મુલાકાત લેનાર સરેરાશ વ્યક્તિ હવે એમ જ સલૂનમાં પ્રવેશી શકશે નહીં. તમામ મુલાકાતો ફોન કે ઑનલાઇન પ્રિ-બુકિંગ ધરાવતી હોવી જરૂરી છે. એનરિચ સેલૉંના સ્થાપક વિક્રમ ભટ્ટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગ્રાહકો અમારા કૉલસે-ન્ટર પર ફોન કરી શકે છે. અમારી વેબસાઇટ પર કે અમારી ઍપ્લિકેશન પર જઈને અપૉઇન્ટમેન્ટ બુક કરાવી શકે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના હેતુથી અમે ક્લાયન્ટ્સને આગોતરી અપૉઇન્ટમેન્ટ લેવાની વિનંતી કરીએ છીએ. આ ઉપરાંત અમે માત્ર ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરી રહ્યા છીએ. અત્યારે અમે સપ્તાહમાં ૭ દિવસ સેલૉં ખુલ્લાં રાખવાની યોજના ઘડી છે.’

ભટ્ટે ઉમેર્યું હતું કે ‘અમે હેરકટ એરિયામાં પાર્ટિશનનો પ્રયોગ કરી રહ્યા છીએ. અન્ય પગલાંઓમાં લાંબા કલાક માટે એક્સપોઝર ન થાય એ સુનિશ્ચિત કરવા માટે બહુવિધ સેવાઓ માટે એક સમર્પિત એરિયા અને નેઇલ કલર સર્વિસ તથા ફેશ્યલ માટે ઍક્રિલિક સેપરેટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રાહકોને પર્સનલ પ્રોટેક્શન કિટ પણ આપવામાં આવશે; જેમાં માસ્ક, ગ્લવ્ઝ, બૉડી રોબ, શૂ કવર, એબીએસ કી અને સૅનિટાઇઝર હશે.’

mumbai mumbai news coronavirus lockdown covid19 gaurav sarkar ranjeet jadhav